ICC Test Ranking: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન અને બોલરોની નવી રેન્કિંગ જાહેર કરી છે. આઇસીસી તરફથી જાહેર કરાયેલા નવા રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. વાસ્તવમાં બેટ્સમેનના રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાના માર્નસ લાબુશેને સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમ્સનને પાછળ છોડતા બીજું સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે બોલરોના રેન્કિંગમાં પાકિસ્તાનના ઝડપી બોલર શાહીન આફ્રિદીએ ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડ અને ન્યૂઝિલેન્ડના ઝડપી બોલર ટીમ સાઉથીને પાછળ છોડી ત્રીજું સ્થાન હાંસલ કર્યું છે.


તે સિવાય પાકિસ્તાનના હસન અલીએ પણ ટોપ 10માં સ્થાન હાંસલ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના નવા કેપ્ટન પેટ કમિન્સે ગાબામાં ઇગ્લેન્ડ વિરુદ્ધ સાત વિકેટના પ્રદર્શન બાદ બોલિંગ રેન્કિંગમાં પોતાનું નંબર વન સ્થાન જાળવી રાખ્યું છે. લાબુશેન પ્રથમ એશિઝ ટેસ્ટ બાદ ચોથા સ્થાનથી બીજા સ્થાન પર પહોંચી ગયો છે. તેમણે સ્મિથ અને વિલિયમ્સન જેવા દિગ્ગજોને  પાછળ છોડી દીધા છે.


 બેટિંગ રેન્કિંગમાં ઇગ્લેન્ડના જો રૂટ પ્રથમ, માર્નસ લાબુશેન બીજા, સ્ટીવ સ્મિથ ત્રીજા, કેન વિલિયમ્સન ચોથા અને ભારતના રોહિત શર્મા પાંચમા નંબર પર છે. જ્યારે ભારતીય ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી સાતમા નંબર પર પહોંચી ગયો છે. બોલિંગ રેન્કિંગમાં કમિન્સ પ્રથમ, અશ્વિન બીજા, શાહીન આફ્રિદી ત્રીજા, જોશ હેઝલવુડ ચોથા અને ટીમ સાઉથી પાંચમા નંબર પર છે. ટોચના 10 બોલરોમાં અશ્વિન એકમાત્ર બોલર છે.


ગાબામાં સદી ફટકારનારા ટ્રેવિસ હેડે 16 સ્થાનની છલાંગ લગાવી હતી જેનાથી તે ટોચના 10માં પહોંચી ગયો છે. જ્યારે વર્તમાનમાં સાઉથ આફ્રિકાના ડિકોકની સાથે 10મા સ્થાન પર છે. બીજી તરફ ટી-20 બેટ્સમેન રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. જેમાં પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે.


 


હેલિકૉપ્ટર ક્રેશમાં ઇજાગ્રસ્ત થયેલા ગૃપ કેપ્ટન વરુણ સિંહનુ નિધન, સાત દિવસના સંઘર્ષ બાદ લીધો અંતિમ શ્વાસ


કોરોના સહાય મુદ્દે વિપક્ષનો પ્રહારઃ સરકાર કહે છે 10 હજાર મૃત્યુ થયા છે તો પછી 22 હજારને સહાય કેમ?


Surat: કોન્ટ્રાક્ટરની તીક્ષ્ણ હથિયારથી હત્યા, લાશ પાસેથી 5 કોન્ડોમ, તૂટેલી બંગડી ઉપરાંત બીજું શું શું મળ્યું ?


Zodiac Signs: આ રાશિના જાતકોની જોડી હોય છે ઝઘડાળુ, જાણો તમારી જોડી છે કે નહીં