Virat Kohli : ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસને લઇને કેપ્ટનને લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે મોટુ અપડેટ સામે આવ્યુ છે. ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ વનડે સીરીઝ સીરીઝ રમવાની હા પાડી દીધી છે. વનડે ટીમની કેપ્ટનશીપમાંથી હટ્યા બાદ વિરાટ કોહલીએ પહેલીવાર પ્રેસ કૉન્ફરન્સ કરી છે. વિરાટ કોહલીએ સ્પષ્ટ કરી દીધુ છે કે, તે સાઉથ આફ્રિકા તે વનડે રમવા માટે તૈયાર છે, મારા વિશે જે પણ ખબર ફેલાવવામાં આવી રહી છે તે ખોટી છે.


વિરાટ કોહલીએ પ્રેસ કૉન્ફરન્સમાં બતાવ્યુ કે, કઇ રીતે વનડે કેપ્ટનશીપમાંથી હટવાની જાણકારી મળી. કોહલી બોલ્યો જ્યારે તેને ટેસ્ટ ટીમમાં પસંદગી થઇ, ત્યારબાદ સિલેક્ટર્સે તેને કહ્યું કે, તમને વનડેની કેપ્ટનશીપમાંથી હટાવી દેવામા આવ્યા છે. ત્યારપછી કોઇ વાત ન હતી થઇ.
   
ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ સ્પષ્ટ કર્યુ કે જ્યારે મે ટી20 કેપ્ટનશીપ છોડી તો મે બીસીસીઆઇને બતાવ્યુ કે તેમાં કોઇ ભૂલ ન હતી કરી, બધાને આને યોગ્ય રીતે લીધુ. મે સિલેક્ટર્સને બતાવ્યુ હતુ કે હું વનડે અને ટેસ્ટમાં કેપ્ટનશીપ કરવા ઇચ્છુછું. જોકે, સિલેક્ટર્સ કોઇ ફેંસલો લે છે તો હું તૈયાર છું. સિલેક્ટર્સે બાદમાં જે ફેસલો કર્યો, તે સામે આવ્યો છે. 


ટીમ ઇન્ડિયાને સાઉથ આફ્રિકા રવાના થયા પહેલા જ ઝટકો લાગ્યો છે. કેમકે રોહિત શર્મા ટેસ્ટ સીરીઝમાંથી બહાર થઇ ગયો છે. મુંબઇમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિતને ઇજા થઇ હતી, આ પછી તેની જગ્યાએ બેકઅપ તરીકે ગુજરાતના યુવા બેટ્સમેને પ્રિયાંક પંચાલને પસંદ કરવામાં આવ્યો હતો. 31 વર્ષીય પ્રિયાંક પંચાલ હવે રોહિતના બેકઅપ તરીકે ટીમની સાથે છે. જોકે, બાદમાં વિરાટે સાઉથ આફ્રિકામાં વનડે સીરીઝ રમવાની ના પાડી દેતા વિવાદ શરૂ થયો હતો. 


 


 


આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત