ICC Test Rankings: હૈદરાબાદ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને 28 રનથી હરાવ્યું. પરંતુ ભારતીય ટીમના ઓફ સ્પિનર રવિ અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. હૈદરાબાદ ટેસ્ટમાં રવિ અશ્વિને 6 ઈંગ્લિશ બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. હવે, રવિ અશ્વિનને આ શાનદાર બોલિંગનો બદલો મળ્યો છે. રવિ અશ્વિન ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ બોલર તરીકે યથાવત છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ એક સ્થાનની છલાંગ લગાવી ગયો છે. હવે જસપ્રીત બુમરાહ ચોથા સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય બેટ્સમેનોની રેન્કિંગમાં ટોપ-10માં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે.
રવિન્દ્ર જાડેજા રેન્કિંગમાં ટોપ ઓલરાઉન્ડર
રવિ અશ્વિન અને જસપ્રિત બુમરાહ ઉપરાંત રવિન્દ્ર જાડેજા ટોપ-10માં છે. રવિન્દ્ર જાડેજા ICC ટેસ્ટ રેન્કિંગમાં 10માં નંબર પર છે. આ રીતે ટોપ-10 બોલરોમાં 3 ભારતીય બોલર સામેલ છે. ઓલરાઉન્ડરોની વાત કરીએ તો પ્રથમ ત્રણ સ્થાન પર રવિન્દ્ર જાડેજા, રવિ અશ્વિન અને શાકિબ અલ હસનનો કબજો છે. આ પછી ચોથા નંબર પર ઈંગ્લેન્ડનો જો રૂટ છે. હૈદરાબાદ ટેસ્ટમાં જો રૂટે 5 વિકેટ લીધી હતી. તે જ સમયે, આ યાદીમાં ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ છઠ્ઠા સ્થાને સરકી ગયો છે.
ICC ટેસ્ટ રેન્કિંગમાં કેટલો ફેરફાર થયો?
ICC રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેનોમાં વિરાટ કોહલી એકમાત્ર ભારતીય બેટ્સમેન છે. ICC ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી છઠ્ઠા સ્થાન પર છે. હૈદરાબાદ ટેસ્ટમાં ભારતીય ટીમ પાસેથી જીત છીનવી લેનાર ઓલી પોપે 20 સ્થાનની જોરદાર છલાંગ લગાવી છે. હવે ઓલી પોપ 15માં સ્થાને પહોંચી ગયો છે. આ સિવાય ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટની રેન્કિંગમાં પણ સુધારો થયો છે. બેન ડકેટને 5 સ્થાનનો ફાયદો થયો છે. હવે બેન ડકેટ 22માં નંબર પર છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ત્રણ સ્થાનનું નુકસાન