ICC Meeting For Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફી 2025ને લઈને હજુ સુધી બાબતો સ્પષ્ટ નથી. પાકિસ્તાનને ટૂર્નામેન્ટની યજમાની કરવાનો અધિકાર છે, પરંતુ ભારતે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એક મહત્વપૂર્ણ બેઠક યોજશે, જેમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન પાકિસ્તાન (BCCI) પણ સામેલ થશે.
આ બેઠક દ્વારા ચેમ્પિયન્સ ટ્રૉફી પર મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. સ્પોર્ટ્સ ટાકના હવાલાથી આઈસીસીની બેઠક વિશે જાણકારી આપવામાં આવી છે, રિપોર્ટ અનુસાર, આ આઈસીસીની ઈમરજન્સી મીટિંગ હશે, જે 26 નવેમ્બર એટલે કે મંગળવારે યોજાશે. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું હતું કે 15 ICC સભ્યો ટૂર્નામેન્ટના ભવિષ્ય પર મતદાન કરવા માટે તૈયાર છે.
આ ઉપરાંત, તે પણ પ્રકાશમાં આવ્યું છે કે હાઇબ્રિડ મૉડલને પણ ઉકેલ તરીકે અપનાવી શકાય છે. એવું કહેવામાં આવ્યું હતું કે સેમિફાઇનલ અને ફાઇનલ તટસ્થ સ્થળો પર યોજવાનો વિચાર પહેલેથી જ ચાલી રહ્યો છે.
ચેમ્પિયન્સ ટ્રૉફીને લઇને ટેન્શન
નોંધનીય બાબત એ છે કે, ભારત સરકારે કથિત રીતે એ વાતનો ઈન્કાર કર્યો છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રૉફી માટે પાકિસ્તાન નહીં જાય. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ICCની બેઠકમાં ચેમ્પિયન્સ ટ્રૉફી પર શું નિર્ણય લેવામાં આવશે.
2008માં છેલ્લીવાર ટીમ ઇન્ડિયા ગઇ હતી પાકિસ્તાન
ટીમ ઈન્ડિયાએ છેલ્લે એશિયા કપ માટે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ બંને દેશોમાં વધતા રાજકીય તણાવને કારણે ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનનો પ્રવાસ બંધ કરી દીધો હતો. જોકે પાકિસ્તાનની ટીમ ઘણા પ્રસંગોએ ભારતની મુલાકાતે આવી છે. પાકિસ્તાનની ટીમ 2023 ODI વર્લ્ડકપ માટે ભારતના પ્રવાસે આવી હતી.
આ પણ વાંચો
રિઝવાને ભારતીય ટીમને પાકિસ્તાન બોલાવવા કર્યો ખાસ મેસેજ, રાહુલ-સૂર્યા માટે કરી આવી હ્રદયસ્પર્શી વાત