Yashasvi Jaiswal Hundred Equals Sachin Tendulkar Record: ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ પર્થમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ મેચમાં યશસ્વી જાયસ્વાલે સદી ફટકારી હતી. આ સદી સાથે જાયસ્વાલે પૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી. જાયસ્વાલે મુશ્કેલ પીચ પર 205 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી પોતાની સદી પૂરી કરી હતી.


સચિન તેંદુલકરની બરાબરી પર પહોંચ્યો જાયસ્વાલ 
2024ના કેલેન્ડર વર્ષમાં જાયસ્વાલની આ ત્રીજી ટેસ્ટ સદી હતી. હાલમાં જાયસ્વાલની ઉંમર 22 વર્ષ અને 332 દિવસ છે. જ્યારે દિગ્ગજ તેંડુલકરે 1992ના કેલેન્ડર વર્ષમાં 23 વર્ષની ઉંમર પહેલા 3 સદી ફટકારી હતી. આ રીતે જયસ્વાલે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી.


આ યાદીમાં સુનીલ ગાવસ્કર અને વિનોદ કાંબલી સંયુક્ત રીતે ટોચના સ્થાને છે. ગાવસ્કરે 1971ના કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારી હતી. આ સિવાય વિનોદ કાંબલીએ 1993ના કેલેન્ડર વર્ષમાં 4 સદી ફટકારી હતી.


23 વર્ષની ઉંમર પહેલા એક કેલેન્ડર ઇયરમાં સૌથી વધુ ટેસ્ટ સદી (ભારત)
4 સદી - 1971 માં સુનીલ ગાવસ્કર
4 સદી - 1993 માં વિનોદ કામ્બલી 
3 સદી - 1984 માં રવિ શાસ્ત્રી 
3 સદી - 1992 માં સચિન તેંદુલકર
3 સદી - 2024 માં યશસ્વી જાયસ્વાલ 


આ સાથે જ જાયસ્વાલ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂમાં સદી ફટકારનારો ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. આ પરાક્રમ સૌપ્રથમ મોટાગનહલ્લી જયસિમ્હાએ કર્યું હતું, જેણે 1967-68માં બ્રિસ્બેનમાં સદી ફટકારી હતી. ત્યારબાદ 1977-78માં સુનીલ ગાવસ્કર આવું કરનાર બીજા ભારતીય બેટ્સમેન બન્યા. ગાવસ્કરે પણ બ્રિસ્બેનમાં જ સદી ફટકારી હતી. હવે જાયસ્વાલે પર્થમાં રમતી વખતે આ અદભૂત કામ કર્યું હતું.


23 વર્ષની ઉંમર પહેલા ભારત માટે સૌથી વધુ ટેસ્ટ સદી 
જાયસ્વાલ 23 વર્ષની ઉંમર પહેલા સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયો. જાયસ્વાલની આ ચોથી સદી હતી. આ યાદીમાં સચિન તેંડુલકર 8 સદી સાથે ટોચના સ્થાને છે.


આ પણ વાંચો


Yashasvi Jaiswal Record: યશસ્વીએ પર્થ ટેસ્ટમાં સિક્સરનો રેકોર્ડ તોડ્યો, 147 વર્ષમાં પહેલીવાર આવું બન્યું