નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં આવતીકાલે ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ટકરાશે. ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આઠમી માર્ચે ઇન્ટરનેશનલ મહિલા દિવસના અવસર પર રમાનારી ફાઇનલ બપોરે સાડા 12 વાગ્યે શરૂ થશે. ભારત ગ્રુપ મેચમાં ટોચ પર રહેતા ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.
ઇગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચ વરસાદના કારણે રદ થતાં ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી. ભારતની સફળતામાં 16 વર્ષની શેફાલી વર્માની આક્રમક બેટિંગનું પણ યોગદાન છે. જો ટીમ ઇન્ડિયાએ પ્રથમવાર આઇસીસી ટ્રોફી જીતવી હશે તો સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત જેવા સ્ટાર બેટ્સમેનોએ સારી બેટિંગ કરવી પડશે. મિડલ ઓર્ડરમાં સારો દેખાવ કરવાની જરૂર છે. ટીમ ઇન્ડિયાને 2017ના વર્લ્ડકપની ફાઇનલમાં અને 2018 વર્લ્ડકપ ટી-20ની સેમિફાઇનલમાં ઇગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ઝડપી બોલિંગમાં શિખા પાંડે પ્રભાવશાળી રહી છે જ્યારે સ્પિનર રાધા યાદવ અને રાજેશ્વરી ગાયકવાડ પણ સારી બોલિંગ કરી રહી છે.