BAN Vs ZIM: બાંગ્લાદેશના બેટ્સમેન લિટન દાસે વનડે ક્રિકેટમાં પોતાના નામે એક ખાસ રેકોર્ડ નોંધાવ્યો છે. લિટન પોતાના દેશ માટે એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. લિટન દાસે પોતાના સાથી બેટ્સમેન તમિમ ઈકબાલનો રેકોર્ડ તોડી દીધો છે. ખાસ વાત એ છે કે તમીમ ઇકબાલે ત્રણ દિવસ પહેલા જ આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
લિટને શુક્રવારે સિલહટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઝિમ્બાવે વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડેમાં 143 બોલમમાં 176 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 16 ફોર અને 8 સિક્સ ફટકારી હતી. તમિમે આ ઈનિંગમાં અણનમ 128 રન બનાવ્યા હતા. આ તેમની સતત બીજી સદી છે.
તમિમે બીજી વનડેમાં 136 બોલમાં 158 રન બનાવ્યા હતા. આ રેકોર્ડને ત્રણ દિવસ બાદ લિટને પોતાના નામે કરી લીધો છે. લિટન વનડેમાં બાંગ્લાદેશ માટે 150નો આંકડો પાર કરનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
42 વર્ષના આ ભારતીય દિગ્ગજે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિની કરી જાહેરાત
લિટન દાસ અને તમિમની સદીની મદદથી બાંગ્લાદેશે ઝિમ્બાવેને સીરિઝની ત્રીજી અને અંતિમ વનડેમાં ડકવર્થ લુઈસ નિયમ પ્રમાણે 123 રનથી હરાવ્યું હતું. બાંગ્લાદેશે વરસાદથી પ્રભાવિત મેચમાં ઝિમ્બાવેને 342 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
બાંગ્લાદેશના લિટન દાસે રચ્ચો ઈતિહાસ, વનડે ક્રિકેટમાં આ ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Mar 2020 02:27 PM (IST)
લિટને શુક્રવારે સિલહટ ઈન્ટરનેશલ ક્રિકેટ સ્ટેડિયમમાં ઝિમ્બાવે વિરુદ્ધ રમાયેલી ત્રીજી વનડેમાં 143 બોલમમાં 176 રન બનાવ્યા હતા. આ ઈનિંગ દરમિયાન તેણે 16 ફોર અને 8 સિક્સ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -