ICC Women’s World Cup 2022, IND vs SA:  ICC મહિલા વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેચ રમાઈ રહી છે. ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહેલી આ મહત્વની મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય દિગ્ગજ ખેલાડી ઝુલન ગોસ્વામી દક્ષિણ આફ્રિકા સામેની મહત્વપૂર્ણ મેચમાં ઈજાના કારણે બહાર થઈ ગઈ છે.  ભારતે 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 274 રન કર્યા છે.


ભારતની મજબૂત શરૂઆત


ભારતીય ઓપનરોએ ટીમને મજબૂત અપાવતાં પ્રથમ વિકેટ માટે 91 રનના ભાગીદારી કરી હતી. શેફાલી વર્માએ વર્લ્ડ કપની પ્રથમ અડધી સદી ફટકારી હતી અને તે 53 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાના 71 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. કેપ્ટન મિથાલી શર્માએ 68 રનનું યોગદાન આપ્યું હતું. હરમનપ્રીત કૌરે 48 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા તરફથી ઈસ્માઈલી અને ક્લાસે 2-2 વિકેટ લીધી હતી.


ભારતીય ટીમમાં બે ફેરફાર


ભારતીય ટીમે આ મેચ માટે બે મોટા ફેરફાર કર્યા છે. ઝુલન ગોસ્વામી અને પૂનમ યાદવ આજે બહાર છે અને તેમના સ્થાને મેઘના સિંહ અને દીપ્તિ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.


સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર, રિચા ઘોષ (ડબલ્યુકે), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ


સાઉથ આફ્રિકાની પ્લેઇંગ XI:


લિઝેલ લી, લૌરા વુલફાર્ટ, લારા ગુડૉલ, સુને લ્યુસ (સી), મિનોન ડુપ્રી, મેરિયન કેપ, ક્લો ટ્રાયોન, ત્રિશા ચેટ્ટી (wk), શબનિમ ઈસ્માઈલ, અયાબોંગા ખાકા, મસાબતા ક્લાસ


આ પણ વાંચોઃ


મોદી સરકાર પ્રધાનમંત્રી મહિલા સહાયતા યોજના હેઠળ દરેક મહિલાને 2 લાખ રૂપિયાની આપી રહી છે સહાય ? 


ગુજરાત કોંગ્રેસના ક્યા ધારાસભ્યની ભાજપમાં જોડાવાની ધમકી ? કોંગ્રેસના ક્યા ટોચના નેતા હેરાન કરતા હોવાનો કર્યો આક્ષેપ ?