ICC ODI World Cup 2023 venues Political Controversy: ICC એ 2023 ક્રિકેટ વર્લ્ડકપ શિડ્યૂલની જાહેરાત કરી છે. 46 દિવસ સુધી ચાલનારા વર્લ્ડકપ મેચમાં કુલ 48 મેચો 12 સ્થળો પર રમાશે. રાઉન્ડ રોબિન લીગ ફોર્મેટમાં રમાનારી આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી 12 નવેમ્બર દરમિયાન યોજાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 5 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી ટુર્નામેન્ટની શરૂઆત થશે.






વર્લ્ડકપ દરમિયાન પ્રેક્ટિસ મેચ સહિત મેચ માટે 12 સ્થળો હશે. આ છે હૈદરાબાદ, અમદાવાદ, ધર્મશાલા, દિલ્હી, ચેન્નઈ, લખનઉ, પુણે, બેંગલુરુ, મુંબઈ અને કોલકાતા છે. હૈદરાબાદ ઉપરાંત ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચ રમાશે. જે 12 સ્થળોએ મેચ રમાઈ છે તેને લઈને પણ નવો વિવાદ શરૂ થયો છે.






પંજાબ ક્રિકેટ અસોસિએશને મોહાલીને યજમાની ન મળવા બદલ ટીકા કરી છે. આ સાથે જ કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ તિરુવનંતપુરમને મેચ ન મળવા પર સવાલ ઉઠાવ્યા છે. જો કે, 2011 માં નાગપુર અને મોહાલીમાં બે સ્થળોએ મેચ રમાઇ હતી. આ વખતે નાગપુરને પણ યજમાનીનો મોકો મળ્યો નથી. મોહાલી, નાગપુર ઉપરાંત ઈન્દોર, રાજકોટ, રાંચી જેવા ઘણા ક્રિકેટ સેન્ટરોને મેચ મળી નથી.  ભારતીય ક્રિકેટમાં એમએસ ધોનીના વતન રાંચીને મેચ ન મળવાને કારણે ઘણા સ્થાનિક ક્રિકેટ ચાહકો નિરાશ છે.


બીસીસીઆઈએ અગાઉ 12 ક્રિકેટ એસોસિએશનના મેદાનની પસંદગી કરી હતી. તેમાં અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર, ધર્મશાળા, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, લખનઉ, ઈન્દોર, રાજકોટ, મુંબઈનો સમાવેશ થાય છે. આ પછી ક્રિકેટ એસોસિએશનની માંગ પર 15 સ્થળો પર ચર્ચા કરવામાં આવી હતી. જેના પર મોહાલી, પુણે અને તિરુવનંતપુરમના નામ પણ લિસ્ટમાં સામેલ હતા.


આ પછી બીસીસીઆઈએ 10 સ્થળોને ફાઈનલ કર્યા હતા. જ્યારે તિરુવનંતપુરમ સાથે ગુવાહાટી અને હૈદરાબાદને પ્રેક્ટિસ મેચોની યજમાની કરવાની તક મળી હતી.


પંજાબના રમતગમત મંત્રી ગુરમીત સિંહ મીત હાયરે વર્લ્ડ કપ મેચ માટે યજમાન શહેરોની યાદીમાં મોહાલીને સામેલ ન કરવા બદલ નિંદા કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે યજમાન શહેરોની પસંદગી રાજકીય કારણોથી પ્રેરિત હતી.


કોંગ્રેસના દિગ્ગજ નેતા શશિ થરૂરે પણ લખ્યું હતું કે  'તિરુવનંતપુરમનું સ્ટેડિયમ, જેને ઘણા લોકો ભારતનું શ્રેષ્ઠ ક્રિકેટ સ્ટેડિયમ કહે છે તે #WorldCup2023 ની ફિક્સચર લિસ્ટમાંથી ગાયબ છે. અમદાવાદ દેશની નવી ક્રિકેટ રાજધાની બની રહી છે. કેરલને એક કે બે મેચ ન ફાળી શકાય?