What Happen If United States vs Ireland Washed Out: આજે 2024 T20 વર્લ્ડ કપમાં અમેરિકા (USA) અને આયર્લેન્ડ (Ireland) વચ્ચે મેચ છે. આ મેચ સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ લોડરહિલ, ફ્લોરિડામાં રમાશે. છેલ્લા ઘણા દિવસોથી અહીં વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આજની મેચ પણ વરસાદના કારણે ધોવાઈ શકે છે.


જો આજની મેચ વરસાદને કારણે રદ્દ થાય તો?


જો આજે આયર્લેન્ડ અને યુએસએ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો પાકિસ્તાનની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અન્ય બે ટીમોની સફર પણ સમાપ્ત થશે. ખરેખર, ભારતીય ટીમે ગ્રુપ Aમાંથી સુપર-8માં પ્રવેશ કર્યો છે. અમેરિકા સિવાય પાકિસ્તાન આ ગ્રુપમાંથી બીજી ટીમ બની શકે છે. યુએસએ ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આવી સ્થિતિમાં જો આજની મેચ રદ્દ થશે તો તેના પાંચ પોઈન્ટનું નુકસાન થશે. જ્યારે પાકિસ્તાનના ત્રણ મેચમાં માત્ર બે પોઈન્ટ છે. જો આજે અમેરિકા હારશે નહીં તો પાકિસ્તાનની આશાઓ પર પાણી ફરી વળશે. આજે યુએસએ હારી જશે અને પાકિસ્તાન તેની છેલ્લી લીગ મેચ જીતશે તો જ પાકિસ્તાન ટુર્નામેન્ટના આગલા રાઉન્ડમાં પ્રવેશ કરી શકશે.


પાકિસ્તાનની સાથે આ ટીમો પણ બહાર થશે


2024 T20 વર્લ્ડ કપની સુપર-8 મેચો 19 જૂનથી રમાશે. જો યુએસએની ટીમ આજે જીતશે તો તે સુપર-8માં પ્રવેશ કરશે. જો આજની મેચ વરસાદના કારણે રદ્દ થશે તો પણ અમેરિકન ટીમ આગળના રાઉન્ડમાં પહોંચશે. જો મેચ રદ થશે તો પાકિસ્તાન, કેનેડા અને આયર્લેન્ડ બહાર થઈ જશે.


ફ્લોરિડામાં પૂર જેવી સ્થિતિ


ફ્લોરિડામાં છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ અહીં વરસાદની સંભાવના છે. અહીં પહેલેથી જ પૂર જેવી સ્થિતિ છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. અહીં 11 જૂને શ્રીલંકા અને નેપાળ વચ્ચે મેચ રમાવાની હતી. જો કે વરસાદના કારણે તે રદ કરવામાં આવી હતી. આ મેચની ટોસ પણ થઈ શક્યો ન હતો.


ન્યૂઝિલેન્ડ બહાર પહેલાં જ બહાર થઈ ચૂક્યું છે


ટી20 વર્લ્ડ કપ 2024ની 29મી મેચમાં અફઘાનિસ્તાને પાપુઆ ન્યુ ગિની (PNG)ને સાત વિકેટે હરાવ્યું છે. આ મેચ ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાઈ હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન રાશિદ ખાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાપુઆ ન્યુ ગિનીની ટીમ 19.5 ઓવરમાં 95 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં અફઘાનિસ્તાને 15.1 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. અફઘાનિસ્તાનની જીત સાથે ન્યૂઝીલેન્ડની ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગઇ છે. અફઘાનિસ્તાનની ટીમ ગ્રુપ સીમાંથી સુપર-8માં પહોંચનારી બીજી ટીમ બની છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ ગ્રુપમાંથી ક્વોલિફાઈ થઈ ચૂકી છે. ન્યૂઝીલેન્ડની યાત્રા અહીં સમાપ્ત થઈ ગઇ હતી.