એકપણ મેચ ના રમનારા તાહિરે કહ્યું આ વાતથી મને દુઃખ છે, પરંતુ હુ ટીમ માટે ડ્રિંક્સ લઇને જવુ છુ તે માટે ખુશ છું. તેનાથી મને કોઇ ફરક નથી પડતો.
તાહિરે ટ્વીટ કરીને લખ્યું-જ્યારે હુ રમુ છુ ત્યારે કેટલાય ખેલાડી મારા માટે ડ્રિંક્સ લઇને આવે છે, હવે જ્યાર તે ખેલાડી હકદાર છે, તો તેના માટે મારી ફરજ છે કે હુ આવુ કરુ. આ મારા રમવા કે ના રમવાની વાત નથી. આ ટીમને જીતવાની વાત છે.જો મને મોકો મળશે તો હુ મારુ સર્વશ્રેષ્ઠ કરીશ, પણ મારા માટે ટીમ ખુબ મહત્વની છે.
ચેન્નાઇની ટીમ ગઇ મેચમાં પિયુષ ચાવલા, રવિન્દ્ર જાડેજા અને કર્ણ શર્માને મોકો આપ્યો હતો, પરંતુ ઇમરાન તાહિરને મોકો ના અપાતા ફેન્સ ખુબ નિરાશ થયા હતા. જોકે ટીમના સીઇઓએ તાહિરને આગળની મેચમાં રમાડવાના સંકેત આપ્યા છે.
સીઇઓએ કહ્યું- ઇમરાન તાહિર અમારી ટીમનો સૌથી મહત્વપૂર્ણ ખેલાડી છે, ઇમરાન તાહિર આઇપીએલની મીડ સિઝન બાદ મુખ્ય ભૂમિકા નિભાવતો દેખાશે. તમે જુઓ બહુ જલ્દી ઇમરાન તાહિરને મેદાનમાં ઉતરવાનો મોકો મળશે.