IPL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું હતું. 162 રનનો પીછો કરતા રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ કરી શક્યું હતું. આ દરમિયાન દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિચ નોર્તજેએ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગના ઈતિહાસમાં સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. નોર્તજેએ 156.2 KM/hrની સ્પીડથી બોલ ફેંકીને રેકોર્ડ સર્જય હતો. નોર્તજેને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો.


નોર્તજેએ ત્રીજી ઓવરનો પાંચમો બોલ 156.22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંક્યો હતો. જોસ બટલકે આ બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જે બાદ પણ તેણે સ્પીડ ન ઘટાડી. તેણે આ પછીનો બોલ 155.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેંકીને બટલરને બોલ્ડ કર્યો હતો.

નોર્તજેની તે ઓવરની ત્રણ બોલ આઈપીએલના ઈતિહાસની સૌથી ત્રણ ફાસ્ટ બોલમાં નોંધાઈ ગઈ છે. આ જ ઓવરમાં તેણે 154.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

IPLના ઈતિહાસના પાંચ સૌથી ઝડપી બોલ

એનરિચ નોર્તજેઃ 156.2 KM/hr

એનરિચ નોર્તજેઃ 155.2 KM/hr

એનરિચ નોર્તજેઃ 154.7 KM/hr

ડેલ સ્ટેનઃ 154.4 KM/hr

કગિસો રબાડાઃ 154.2 KM/hr

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણીઃ કઈ બેઠક પર કોની કોની થશે ટક્કર, જુઓ લિસ્ટ

કોરોનાનો કહેર વધતાં આ દેશે પબ્લિક હેલ્થ ઈમરજન્સીની કરી જાહેરાત, જાણો વિગત

ગુજરાતમાં આજથી ત્રણ દિવસ વરસાદ તૂટી પડશે, જાણો ક્યા વિસ્તારને ઘમરોળશે વરસાદ