બે વખત જોન્સને આપવામાં આવી શ્રદ્ધાંજલિ
તેમના સન્માનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરૂદ્ધ સીરીઝ દરમિયાન તેમને બે વખત શ્રદ્ધાંજલિ આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ સન્માન આજે એસસીજી પર પ્રથન વનડે મેચ દરમિયાન આપવામાં આવ્યું. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારત ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ ઉપરાં ચાર ટેસ્ટ મેચની સીરીઝ પણ રમશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બીજી ટેસ્ટના પ્રથમ દિવસે પણ જોન્સને શ્રદ્ધાંજલિ આપશે. જોન્સ જ્યારે રમતા હતા ત્યારે આ હોમ ગ્રાઉન્ડ પર તેમને દર્શકોનું ઘણું સમર્થન મળતું હતું.
બોક્સિંડ ડે ટેસ્ટ પર પણ આપવામાં આવશે સન્માન
રિપોર્ટ અનુસાર સૌથી મોટું સન્માન એમસીજી પર બોક્સિંડ ડે ટેસ્ટ દરમિયાન આપવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ પ્રથન દિવસે ચા રીસેસ સમય સુધી ત્રણ કલાક 24 મિનિટિ પર આપવામાં આવશે જ્યાં જોન્સની પત્ની જેન અને પરિવારના સભ્યો પણ હાજર રહેશે.
જોન્સનો હાઈએસ્ટ ફર્સ્ટ ક્લાસ સ્કોર અને ટેસ્ટ કેપ સંખ્યા 324 છે અને માટે નિર્ણય કરવામાં આવ્યો છે કે તેમને ત્રણ કલાકને 24 મિનિટે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં 11 સેન્ચુરીની મદદથી 3631 રન બનાવ્યા જ્યારે વનડે ક્રિકેટમાં તેના નામે 6063 રન છે.