IND vs AFG: UAEમાં ચાલી રહેલા એશિયા કપ 2022માં આજે ભારત અને અફઘાનિસ્તાન (IND vs AFG) આમને સામને થશે. આ મેચ દુબઈમાં ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યાથી રમાવા જઈ રહી છે. બંને ટીમ એશિયા કપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ મેચ તેમના માટે ટૂર્નામેન્ટની છેલ્લી મેચ હશે. આ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલને આરામ આપવામાં આવ્યો છે. જે બાદ અફઘાનિસ્તાન સામે ભારતીય ટીમની કમાન કેએલ રાહુલને સોંપવામાં આવી છે.


કેએલ રાહુલે ટોસ બાદ કહ્યું કે...
કેએલ રાહુલે ટોસ બાદ કહ્યું કે, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ આજે નથી રમી રહ્યા. તેમને આરામ આપવામાં આવ્યો છે. રોહિત પોતે બ્રેક ઇચ્છતો હતો. આ સાથે જ દીપક ચહર, દિનેશ કાર્તિક અને અક્ષર પટેલે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી લીધી છે. 






ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનઃ
કેએલ રાહુલ (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), દીપક હુડા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, દીપક ચહર, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.


અફઘાનિસ્તાનની પ્લેઈંગ 11



હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહીમ ઝદરાન, કરીમ જનાત, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, રાશિદ ખાન, અજમતુલ્લા ઓમરઝાઈ, ફરીદ અહેમદ, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક


ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. ભારતે આ ત્રણેય મેચ જીતી છે. હાલમાં ટીમ ઈન્ડિયા પણ સારા ફોર્મમાં છે, જોકે છેલ્લી બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયાની ઘણી નબળાઈઓ સામે આવી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાનો પ્રયાસ આ ખામીઓને દૂર કરવાનો રહેશે. બીજી તરફ અફઘાનિસ્તાન પણ શાનદાર ફોર્મમાં છે પરંતુ આ ટીમ પણ છેલ્લી બે મેચ હારી ગઈ છે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, ફઝલ હક જેવા મજબૂત બોલરો છે, જે કોઈ પણ ટીમને ઓછા સ્કોર પર રોકવામાં સક્ષમ છે. ત્યારે આ ટીમમાં હઝરતુલ્લા ઝાઝાઈ અને રહેમાનુલ્લા ગુરબાઝ જેવા ટી20 ફોર્મેટના નિષ્ણાત બેટ્સમેન પણ છે, જેઓ મોટી ઈનિંગ રમવા માટે સક્ષમ છે.