Mohammad Rizwan Records: પાકિસ્તાની વિકેટકીપર બેટ્સમેને અને ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan) અત્યારે ICC ટી20 રેન્કિંગમાં નંબર -1 બેટ્સમેન છે. તેને તાજેતરમાં જ પોતાના સાથી ખેલાડી બાબર આઝમને પાછળ પાડીને નંબર વનનો તાજે પોતાના માથે શોભાવ્યો છે. યુએઇમાં ચાલી રહેલી એશિયા કપ 2022 ટૂર્નામેન્ટમાં આ ખેલાડીનુ ફૉર્મ ગજબનુ છે. મોહમ્મદ રિઝવાન એશિયા કપ 2022માં અત્યાર સુધી ચાર મેચોમાં સારી ઇનિંગ રમી, તે હાલ એશિયા કપ 2022નો લીડ સ્કૉરર પણ બની ગયો છે, અહીં વાંચો. મોહમ્મદ રિઝવાનના ખાસ ટી20 રેકોર્ડ્સ. 


1. એક વર્ષમાં સૌથી વધુ રન - 
મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં 1326 ટી20 ઇન્ટરનેશનલ રન ફટકાર્યા છે, તે એકમાત્ર ખેલાડી છે, જેના નામે એક કેલેન્ડર ઇયરમાં એક હજારથી વધુ રન નોંધાયેલા છે. 


2. સર્વશ્રેષ્ઠ બેટિંગ એવરેજ - 
મોહમ્મદ રિઝવાન અત્યાર સુધી ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 52.05ની બેટિંગ આવરેજથી રન બનાવ્યા છે, ટી20 ઇન્ટરનેશનલમાં માત્ર મોહમ્મદ રિઝવાન અને કોહલીની જ એવરેજ 50+ છે. અહીં કોહલી બીજા નંબર (50.17) પર છે.


3. એક કેલેન્ડર ઇયરમાં 100+ ચોગ્ગા - 
મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં ટી20 ઇન્ટરનેશનલમાં 119 ચોગ્ગા ફટકાર્યા છે, આજ સુધી કોઇ ખેલાડી એકવર્ષમાં ટી20 ઇન્ટરનેશનલમાં 100 ચોગ્ગા નથી ફટકારી શક્યુ. 


4. એકવર્ષમાં સૌથી વધુ છગ્ગા - 
મોહમ્મદ રિઝવાને ગયા વર્ષ ટી20 ઇન્ટરનેશનલ 42 છગ્ગા ફટકાર્યા હતા, એક કેલેન્ડર ઇયરમાં તે સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી છે. અહીં બીજા નંબર પર ન્યૂઝીલેન્ડનો માર્ટિન ગપ્ટિલ છે, ગપ્ટિલે પણ 2021માં 41 છગ્ગા ફટકાર્યા હતા. 


5. એક વર્ષમાં સૌથી વધુ 50+ રનની ઇનિંગો - 
મોહમ્મદ રિઝવાને વર્ષ 2021માં T20Iમાં 12 ફિફ્ટી અને એક સદી ફટકારી, એટલે કે કુલ 13 વાર તેને 50+ રન બનાવ્યા. આ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ 50+ ઇનિંગનો રેકોર્ડ છે. રિઝવાન બાદ બાબર આઝમ (10)નો નંબર આવે છે. 


6. ત્રીજો સૌથી વધુ 'પ્લેયર ઓફ ધ સીરીઝ' - 
રિઝવાનને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી ચાર 'પ્લેયર ઓફ ધ સીરીઝ' પસંદ કરવામાં આવ્યો છે. આ મામલામાં તેનાથી આગળ માત્ર વિરાટ કોહલી (7) અને બાબર આઝમ (5) છે. 


 


આ પણ વાંચો........... 


PAK vs AFG: મેચ બાદ સ્ટેડિયમમાં ખુરશીઓ ઉડી, અફઘાનોએ પાકિસ્તાનીઓને ફટકાર્યા, જુઓ ખાસ વીડિયો


Ajinkya Rahane: ઇજામાંથી સ્વસ્થ થયા બાદ મેદાન પર વાપસી કરશે Ajinkya Rahane, આ ટુનામેન્ટમાં કરવા જઇ રહ્યો છે કેપ્ટનશીપ


Asia Cup 2022: Arshdeep ને આ શખ્સે કહ્યો ભડકાઉ શબ્દ, પછી ત્યાં હાજર પત્રકારે શખ્સને ખખડાવ્યો, જુઓ વીડિયો


Boycott IPL: ટીમ ઈન્ડિયાને મળેલી હારનું ઠીકરું IPL પર ફુટ્યું, ક્રિકેટ ફેન્સે IPL બહિષ્કારની માંગ કરી


ICC T20 Rankings: બાબર આઝમનો 'તાજ' છીનવાયો, મોહમ્મદ રિઝવાન બન્યો નંબર વન બેટ્સમેન


Team India: ઉપરાછાપરી હાર બાદ ટીમ ઇન્ડિયામાં Mohammed Shamiની વાપસી, બુમરાહ અંગે આવ્યા આ મોટા સમાચાર, જાણો