Josh Hazlewood ruled out of Nagpur Test: ઓસ્ટ્રેલિયન ટીમ અત્યારે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. અહીં કાંગારુઓ ભારત સામે મેદાનમાં ઉતરે તે પહેલા એક પછી એક ખરાબ સામાચાર મળી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયાને વધુ એક ફટકો લાગ્યો છે, ટીમનો સ્ટાર ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડ નાગપુરની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. 


આગામી 9મી ફેબ્રુઆરીથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચાર મેચોની ટેસ્ટ સીરીઝની પ્રથમ ટેસ્ટ શરૂ થઇ રહી છે, આ પહેલા ઓસ્ટ્રેલિયા ટીમને ઉપરા છાપરી ઝટકા લાગી રહ્યાં છે. ટીમનો મુખ્ય ફાસ્ટ બૉલર જૉસ હેઝલવુડ નાગપુર ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે. જૉસ હેઝલવુડને ડાબા પગમાં અકિલિસ ઇન્જરી પહોંચી છે, ગયા મહિને સિડની ટેસ્ટમાં જૉસ હેઝલવુડે ડાબા પગમાં અકિલિસ ઇન્જરી થઇ હતી, હાલમાં જ જૉસ હેઝલવુડે અલૂરમાં ઓસ્ટ્રેલિયાની પ્રી-સીરીઝ કેમ્પમાં ભાગ ન હતો લીધો.


રિપોર્ટ્સ અનુસાર, જૉસ હેઝલવુડ 7 ફેબ્રુઆરીએ નાગપુરમાં બૉલિંગની પ્રેક્ટિસ કરશે, જોકે, એ નક્કી નથી કે તે પહેલી ટેસ્ટમાં રમી શકશે કે નહીં, આવામાં તેની જગ્યાએ સ્કૉટ બૉલેન્ડને અંતિમ અગિયારમાં જગ્યા મળી શકે છે. ખાસ વાત છે કે, જૉસ હેઝલવુડ દિલ્હીમાં 17 ફેબ્રુઆરીએ રમાનારી બીજી ટેસ્ટમાં રમવા પર પણ શંકાસ્પદ છે. અત્યારે બન્ને ટીમો બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી જીતવા માટે કમર કરી રહી છે, ત્યારે આ પ્રકારની ઇન્જરી ટીમને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. 


જૉસ હેઝલવુડે રવિવારે ઓસ્ટ્રેલિયાના અંતિમ સત્ર પહેલા કહ્યું- પહેલી ટેસ્ટમાં રમવા માટે હજુ શ્યૉર નથી, એ પણ હુજ થોડાક દિવસો બાકી છે, મંગળવારે બૉલિંગનો અભ્યાસ કરીશ, તે સમયે વર્કલૉડ મેનેજમેન્ટ થોડુ છે, હું આ પ્રવાસ પહેલા સારી બૉલિંગ કરી રહ્યો હતો. 


નોટઃ મિશેલ સ્ટાર્ક ઇજાના કારણે તે પહેલી ટેસ્ટમાં ભાગ નહીં લે, હવે જૉસ હેઝલવુડ પહેલી ટેસ્ટમાંથી બહાર થઇ ગયો છે, કેમરુન ગ્રીન પણ હજુ સુધી ફિટ જાહેર નથી થયો.


ડીડી સ્પૉર્ટ્સ પર થશે મેચોનું લાઇવ ટેલિકાસ્ટ - 
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ચારેય મેચોનું ઓફિશિયલ બ્રૉડકાસ્ટર સ્ટાર સ્પૉરટ્સ્ નેટવર્ક છે, પરંતુ આ ઉપરાંત ડીડી સ્પૉર્ટ્સ પર પણ ફેન્સ મેચને લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. ડીડી સ્પૉર્ટસ પર ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની મેચો જોવા માટે ફેન્સને પૈસા નહીં ચૂકવવા પડે. વળી, આ ઉપરાંત ડિઝ્ની+પ્લસ હૉટસ્ટાર પર ફેન્સ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકશે. જોકે, ડિઝ્ની+ હૉટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગ જોવા માટે ફેન્સને પૈસા આપવા પડશે, પરંતુ ડીડી સ્પૉર્ટ્સ પર ફેન્સ મફતમાં લાઇવ બ્રૉડકાસ્ટ જોઇ શકશે. 


બૉર્ડર-ગાવસ્કર ટેસ્ટ સીરીઝનું શિડ્યૂલ - 
9-13 ફેબ્રુઆરી - પ્રથમ ટેસ્ટ 
17-21 ફેબ્રુઆરી - બીજી ટેસ્ટ 
1-5 માર્ચ - ત્રીજી ટેસ્ટ 
9-13 માર્ચ - ચોથી ટેસ્ટ