IND vs AUS 2nd ODI: ભારતનો બીજી વનડેમાં શરમજનક પરાજય, ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી મેચ જીતીને સીરીઝમાં કરી 1-1ની બરાબરી

આજે ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 19 Mar 2023 05:44 PM
ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની શાનદાર 100 રનની પાર્ટનરશીપ

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનિંગ બેટ્સમોએ શાનદાર બેટિંગ કરી હતી, બન્ને બેટ્સમેનોએ અર્ધશતકીય ઇનિંગ રમી હતી, અને બન્ને વચ્ચે શાનદાર શતકીય ભાગીદારી થઇ હતી. 118 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ટ્રેવિસ હેડે 30 બૉલમાં 10 ચોગ્ગા સાથે 51 રનની ઇનિંગ રમી હતી, જ્યારે મિશેલ માર્શે 36 બૉલમાં આક્રમક બેટિંગ કરતાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 66 રનની ઇનિંગ રમી હતી. ઓપનિંગ જોડીની શાનદાર બેટિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં શાનદાર 10 વિકેટથી જીત હાંસલ કરી હતી.


 

બીજી વનડેમાં ભારતની શરમજનક હાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જીત હાંસલ કરી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ બીજી વનડેમાં 10 વિકેટથી જીત મેળવીને સીરીઝીમાં શાનદાર વાપસી કરી છે, આ સાથે જ ત્રણ મેચોની વનડે સીરીઝ હવે 1-1થી બરાબરી પર આવી ગઇ છે. મુંબઇ વનડેમાં ભારતની જીત થઇ હતી, તો વિશાખાપટ્ટનમ વનડેમાં કાંગારુઓ વળતો પ્રહાર કરતો ભારતને ધરાશાયી કરી દીધુ હતુ, અને બીજી વનડે શાનદાર રીતે જીતી લીધી હતી. 

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર

ઓસ્ટ્રેલિયન ટીમે બીજી વનડેમાં ભારતીય બૉલરોનો જબરદસ્ત ધુલાઇ કરી છે, વિના વિકેટે 100 રનના સ્કૉરને પાર કરી લીધો છે. 9 ઓવરના અંતે ઓસ્ટ્રેલિયાનો સ્કૉર વિના વિકેટે 100 રન થયો છે. અત્યારે ક્રિઝ પર ટ્રેવિસ હેડ 41 રન અને મિશેલ માર્શ 55 રન બનાવીને રમી રહ્યાં છે. 

મિશેલ માર્શની આક્રમક ફિફ્ટી

ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન મિશેલ માર્શ બીજી વનડેમાં આક્રમક તેવરમાં જોવા મળ્યો છે. મિશેલ માર્શે સિક્સર ફટકારીને પોતાની ફિફ્ટી પુરી કરી છે. મિશેલ માર્શે 29 બૉલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 54 રનની ઇનિંગ રમી છે. 

ઓસ્ટ્રેલિયન ટીમનો સ્કૉર 50 રનને પાર

કાંગારુ ટીમે 50 રનનો સ્કૉર પુરી કરી લીધો છે. બીજી વનડેમાં શાનદાર બેટિંગ કર્યુ છે. 118 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 6 ઓવરના અંતે વિના વિકેટે 66 રન બનાવી લીધા છે. હાલમાં ક્રિઝ પર ટ્રેવિસ હેડ 31 રન અને મિશેલ માર્શ 31 રન બનાવીને રમી રહ્યા છે. 

ઓસ્ટ્રેલિયાની શાનદાર શરૂઆત

ઓસ્ટ્રેલિયન ટીમે બીજી વનડેમાં બીજી ઇનિંગમાં ઝડપી શરૂઆત કરી છે, 118 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કાંગારુ ટીમનો સ્કૉર 4 ઓવર બાદ વિના વિકેટે 33 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર ઓપનર જોડી ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ રમી રહ્યાં છે. 

ઓસ્ટ્રેલિયન બૉલરોની ધારદાર બૉલિંગ -

ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો, ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવા ઉતરેલી કાંગારુ ટીમે વિશાખાપટ્ટનમમાં તરખાટ મચાવી દીધો હતો. કાંગારુ બૉલરોમાં મિશેલ સ્ટાર્કે ભારતીય ટીમને શરૂઆત ઝટકા આપીને ટીમ ઇન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી હતી. સ્ટાર્કે પોતાના શાનદાર સ્પેલમાં 8 ઓવર નાંખી હતી, જેમાં 53 રન આપીને 1 મેડન સાથે 5 મહત્વની વિકેટો ઝડપી હતી. આ ઉપરાંત અન્ય બૉલરોએ પણ ભારતીય બેટ્સમેનોનો જકડી રાખ્યા હતા. સીન એબૉટ 3 અને નાથન એલિસ 3 વિકેટો ઝડપવામાં સફળ રહ્યાં હતા. 

ભારતની નબળી બેટિંગ

ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ વિશાખાપટ્ટનમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર સમાન્ય સ્કૉર નોંધાવ્યો છે. ભારતીય ટીમ માત્ર 26 ઓવરની રમત દરમિયાન 117 રન બનાવી શકી હતી. આ દરમિયાન ભારતીય ઇનિંગમાં સૌથી વધુ રન વિરાટ કોહલી 31 રન અને અક્ષર પટેલ 29 રનની ઇનિંગ રમી શક્યા હતા. આ ઉપરાંત કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યા ન હતા. રવિન્દ્ર જાડેજા 16 રન અને રોહિત શર્મા 13 રન બનાવીને રમી રહ્યાં હતા, પરંતુ તે મોટો સ્કૉર ન હતા કરી શક્યા. ખાસ વાત છે કે વનડેમા ઘરેલુ મેદાન પર ભારતીય ટીમનો આ સૌથી નિમ્ન સ્કૉર છે. 

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 100 રનને પાર

ભારતીય ટીમનો સ્કૉર મુશ્કેલીઓ બાદ 100 રનને પાર થયો છે. 23 ઓવરના અંતે ભારતીય ટીમ 7 વિકેટો ગુમાવીને 100 રન પર પહોંચી છે. અત્યારે ક્રિઝ પર અક્ષર પટેલ 14 રન અને કુલદીપ યાદવ 4 રન બનાવીને રમી રહ્યાં છે.

રવિન્દ્ર જાડેજા આઉટ

ભારતનો સાતમો ઝટકો જાડેજાના રૂપમાં લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા 39 બૉલમાં 16 રન બનાવીને આઉટ થયો છે. કાંગારુ બૉલર નાથન એલિસે તેને એલેક્સ કેરીની હાથમાં ઝીલાવી દીધો છે. અત્યારે 20 ઓવરના અંતે ટીમ ઇન્ડિયાનો સ્કૉર 7 વિકેટના નુકશાને 92 રન પર પહોંચ્યો છે. ક્રિઝ પર અક્ષર પટેલ 9 રન અને કુલદીપ યાદવ 1 રન બનાવીને રમી રહ્યાં છે.

વિરાટ કોહલી આઉટ

ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે, વિરાટ કોહલીને કાંગારુ બૉલર નાથન એલિસે એબીડબલ્યૂ આઉટ કરાવી દીધો છે. વિરાટ કોહલીએ 35 બૉલમાં 31 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાને તેને 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

વિશાખાપટ્ટનમમાં મિશેલ સ્ટાર્કનો કેર

કાંગારુ ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે વિશાખાપટ્ટનમની પીચ પર કેર વર્તાવ્યો છે. મિશેલ સ્ટાર્કે શાનદાર બૉલિંગ સ્પેલ કરતાં ભારતીય ટીમની મુશ્કેલીઓ વધારી દીધી છે. સ્ટાર્કે 6 ઓવરના સ્પેલમાં 31 રન આપીને 1 મેડન સાથે 4 મહત્વની વિકેટો ઝડપી છે. સ્ટાર્કે કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગીલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ જેવા સ્ટાર્સને પેવેલિયન મોકલ્યા છે.

ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રનને પાર

મહામુશ્કેલી બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 50 રન સુધી પહોંચ્યો છે. 10 ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 5 વિકેટના નુકશાને 51 રન થયો છે, અત્યારે ક્રિઝ પર વિરાટ કોહલી 22 રન (23) અને રવિન્દ્ર જાડેજા 2 રન (4) બનાવીને રમી રહ્યાં છે.

ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં, અડધી ટીમ પેવેલિયન

બીજી વનડેમાં ટીમ ઇન્ડિયાનો ધબડકો થયો છે. 50 રનના સ્કૉરની અંદર અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ છે. ભારતીય ટીમનો સ્કૉર 9.3 ઓવરના બાદ 5 વિકેટના નુકશાને 49 રન પર પહોંચી હતી, ક્રિઝ પર વિરાટ કોહલી 22 રન બનાવીને રમી રહ્યો છે.

સ્ટાર્કનો તરખાટ, ભારતની મુશ્કેલી વધી

વિશાખાપટ્ટનમ પીચ પર ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે તરખાટ મચાવી દીધો છે. સ્ટાર્કે ભારતની શરૂઆતી ત્રણેય સ્ટાર બેટ્સમેનોને પેવેલિયન મોકલી દીધા છે. સ્ટાર્કે પાંચમી ઓવરમાં ચોથા બૉલ પર કેપ્ટન રોહિત શર્માને 13 રને અને બાદમાં પાંચમાં બૉલ પર સૂર્યકુમાર યાદવને એલબીડબ્લ્યૂ કરાવીને શૂન્ય રને પેવેલિયન મોકલ્યો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં આવી ગઇ હતી. પાંચ આવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 3 વિકેટના નુકશાને 32 રન થયો છે, વિરાટ કોહલી 15 રન અને કેએલ રાહુલ શૂન્ય રન બનાવીને ક્રિઝ પ રમી રહ્યા છે. 

ભારતને પ્રથમ ઝટકો, ગીલ આઉટ

ભારતીય ટીમને બીજી વનડેમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. કાંગારુ ટીમના ફાસ્ટ બૉલર મિશેલ સ્ટાર્કે યુવા ઓપનર બેટ્સમેન શુભમન ગીલને માર્નસ લાબુશાનેના હાથમાં ઝીલાવી દીધો હતો, ગીલ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો. ચાર ઓવર બાદ ટીમ ઇન્ડિયાનો સ્કૉર 1 વિકેટના નુકશાને 32 રન પર પહોંચ્યો છે. અત્યારે ક્રિઝ પર કેપ્ટન રોહિત શર્મા 13 રન અને વિરાટ કોહલી 15 રન બનાવીને રમી રહ્યાં છે. 

ભારતની પ્લેઇંગ ઇલેવન, રોહિત શર્માની વાપસી

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નલ લાબુશાને, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, માર્કસ સ્ટૉઇનિસ, સીન એબૉન, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન

ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નલ લાબુશાને, એલેક્સ કેરી (વિકેટકીપર), કેમરુન ગ્રીન, માર્કસ સ્ટૉઇનિસ, સીન એબૉન, નાથન એલિસ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા. 

ઓસ્ટ્રેલિયાનો ટૉસ જીતીને પહેલા બૉલિંગનો ફેંસલો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજની બીજી વનડેમાં, ઓસ્ટ્રેલિયન ટીમે ટૉસ જીતી લીધો છે, અને વિશાખાપટ્ટનમમાં પ્રથમ બૉલિંગ કરવાનો ફેંસલો કર્યો છે. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.  

બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે બીજી વનડે

ભારતે મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવીને ત્રણ મેચોની સીરીઝમાં પ્રથમ વનડે મેચ જીતી લીધી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને ટકરાશે. હાલમાં ભારતીય ટીમ સીરીઝમાં પહેલાથી 1-0ની લીડ બનાવી ચૂકી છે. આજે સીરીઝની બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમના ડૉ વાય એસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે બીજી વનડે મેચ...

ઓસ્ટ્રેલિયાન ટીમમાં થઇ શકે છે બે ફેરફાર

ઓસ્ટ્રેલિયન પ્લેઇંગ ઇલેવનમાં આજે બે મોટા ફેરફાર જોવા મળી શકે છે. ગઇ મેચમાં ડેવિડ વૉર્નર પુરેપુરી રીતે ફિટ ન હતો જેના કારણે તે ટીમમાંથી બાહાર રહ્યો હતો. વળી, એલેક્સ કેરીને તાવની અસર હતી, હવે આ બન્ને ફિટ બતાવવામાં આવી રહ્યાં છે, આવામાં લાબુશાનેની જગ્યાએ વૉર્નરને મોકો આપવામાં આવી શકે છે. વળી, એલેક્સ કેરીને જૉસ ઇંગ્લિસની સાથે પર રમાડવામાં આવી શકે છે.  

ઇશાન કિશન થઇ શકે છે બહાર -

રોહિત શર્માની આજે ટીમ ઇન્ડિયામાં લગભગ વાપસી નક્કી છે. તેને આજે પ્લેઇંગ ઇલેવનમાંથી લગભગ બહાર થવુ પડી શકે છે. આ વર્ષની રમાયેલી તમામ ચાર વનડેમાં ઇશાન કિશન બેરંગ દેખાયો છે. શાર્દૂલ ઠાકુરને પણ બેન્ચ પર બેસવુ પડી શકે છે. ગઇ મેચમાં તેને માત્ર બે ઓવર નાંખી હતી, તેની જગ્યાએ સ્પિન ઓલરાઉન્ડર વૉશિંગટન સુંદરને મોકો મળી શકે છે. આવુ એટલા માટે કેમ કે વિશાખાપટ્ટનમની પીચ મહદઅંશે સ્પિન ફ્રેન્ડલી હોઇ શકે છે.  

આજની મેચમાં વરસાદી વિઘ્ન ? 

19 માર્ચે વિશાખાપટ્ટનમમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. મેચના દિવસે વરસાદની સંભાવના 31-51 ટકા રહેશે, અને આખા દિવસ વાદળો છવાયેલા રહેશે. આ અઠવાડિયાની શરૂઆતમાં આંધ્રપ્રદેશના વેધરમેન બી સાઇ પ્રણીતે કહ્યુ હતુ કે મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બની શકે છે. જોકે, એવી સંભાવના પણ ઓછી છે કે વરસાદના કારણે મેચ રદ્દ કરવી પડે. મેચ શરૂ થતાં પહેલા શહેરમાં વરસાદ પડી શકે છે. મેચ દરમિયાન વરસાદની સંભાવના છે પરંતુ ઓછી. વિશેષણોનું માનવુ છે કે, આઉટફિલ્ડ ભીની હોવાના કારણે પહેલા બેટિંગ કરવી મુશ્કેલ રહેશે. 

બીજી વનડે, ભારતની સંભવિત ટીમ - 

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટો કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી.

બીજી વનડે, ઓસ્ટ્રેલિયાની સંભવિત ટીમ - 

ડેવિડ વૉર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, એલેક્સ કેરી, એડમ જામ્પા, સીન એબૉટ, મિશેલ સ્ટાર્ક. 

બેટિંગ માટે અનુકુળ રહેશે પીચ - 

વિશાખાપટ્ટનમની પીચ બેટિંગ માટે આસાન માનવામાં આવે છે. 2019માં અહીં રમાયેલી છેલ્લી મેચમાં ટીમ ઇન્ડિયાએ 387 રન ઠોકી દીધા હતા. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રોહિત શર્માએ 159 અને કેએલ રાહુલે 102 રનોની ઇનિંગ રમી હતી. 2018 માં 321 રન બનાવ્યા બાદ પણ અહીં ભારત અને વેસ્ટ ઇન્ડિઝની મેચ ટાઇ રહી હતી. આ મેદાન પર ટીમ ઇન્ડિયા અત્યાર સુધી 10 વનડે મેચો રમી છે. આમાં ટીમને 7 જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ટાઇ અને એક મેચ પરિણામ વિનાની રહી હતી. 

આવી છે વિશાખાપટ્ટનમની પીચ  - 

વિશાખાપટ્ટનમના વાય એસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં લગભગ ત્રણ વર્ષ બાદ વનડે મેચ રમાઇ રહી છે. આ પહેલા વર્ષ 2019 માં ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ આ મેદાન પર વનડે મેચ રમી હતી. તાજેતરમાં જ આ મેદાન પર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20 મેચ રમાઇ હતી અને આ મેદાન પર ખુબ ધીમી ગતિથી રમ બન્યા હતા. જોકે,આ પીચ પર બેટ્સમેનોનો વધુ મદદ મળવાની છે.  


ઉલ્લેખનીય છે કે, આ પીચ પર છેલ્લી 9 વનડે મોચમાં પહેલા બેટિંગ કરતાં 265 રનોનો એવરેજ સ્કૉર રહ્યો છે. આ નવ વનડેમાં લક્ષ્યનો પીછો કરનારી ટીમે પાંચ મેચોમાં જીત હાંસલ કરી છે, જોકે, આ પીચ પર બેટ્સમેનો ફાસ્ટ બૉલરો પર સંઘર્ષ કરતાં જોવા મળ્યા છે. વિશાખાપટ્ટનમમાં ભેજની સંભાવના ખુબ ઓછી છે. જેથી ટૉસ જીતનારો કેપ્ટને પહેલા  બૉલિંગ કરવાનો ફેંસલો લેવો પડશે. 

વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમ

વિશાખાપટ્ટનમમાં ભારતીય ટીમનો રેકોર્ડ

આજની મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે. અહીં ભારતીય ટીમનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયા માટે પરેશાની પેદા કરનારો છે. અહીં રમાયેલી 9 મેચોમાંથી ભારતીય ટીમે 7 મેચોમાં જીત નોંધાવી છે, અને એક મેચ ટાઇ થઇ છે. ભારતીય ટીમે આ મેદાન પર માત્ર એક મેચ ગુમાવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ મેદાન પર પહેલા ટકરાઇ ચૂકી છે. ઓક્ટોબર 2010 માં રમાયેલી વનડે મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી માત આપી હતી. 

વનડે સીરીઝ માટેની ભારતની ફૂલ સ્ક્વૉડ

ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.

વનડે સીરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ફૂલ સ્ક્વૉડ

ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.

આજે બીજી વનડે, ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે લાઇવ મેચ ?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી આજની બીજી વનડે મેચ (19 માર્ચે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે. આ મેચ વિશાખાપટ્ટનમના ડૉ. વાય એસ રાજશેખર રેડ્ડી-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની અલગ અલગ ચેનલ્સ પર કરવામાં આવીશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર ઉપલબ્ધ રહેશે. 

વિશાખાપટ્ટનમ વનડેમાં વરસાદી વિઘ્ન

રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની વાપસી

ભારત vs ઓસ્ટ્રેલિયા વન-ડે શ્રેણી

પ્રથમ મેચ - 17 માર્ચ, શુક્રવાર, મુંબઈ


બીજી મેચ - 19 માર્ચ, રવિવાર, વિશાખાપટ્ટનમ


ત્રીજી મેચ - 22 માર્ચ, બુધવાર, ચેન્નઈ

આજે બીજી વનડે, રોહિતની વાપસી નક્કી

પ્રથમ વનડેમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાના હાથોમાં ટીમની કમાન સોંપવામાં આવી હતી, આ મેચમાં હાર્દિકે શાનદાર કેપ્ટનશીપ કરતાં ટીમને જીત અપાવી હતી, હવે આજની બીજી વનડેમાં રોહિત શર્માની વાપસીથી ફરી એકવાર ટીમમાં ફેરફાર જોવા મળી શકે છે. પ્રથમ વનડેની વાત કરીએ તો, ટીમ ઇન્ડિયાએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ લેવાનોં ફેંસલો કર્યો હતો, જેમાં ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ બેટિંગ કરતાં 189 રનોનો ટાર્ગેટ જીત માટે આપ્યો હતો, જેને ટીમ ઇન્ડિયાએ કેએલ રાહુલની શાનદાર લડાયક ઇનિંગના સહારે જીત લીધી હતી. 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી વનડે મેચ રમાશે. બન્ને ટીમો આજે બપોરે ફરી એકવાર આમને સામને ટકરાશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બૉર્ડર ગાવસ્કર ટ્રૉફીની ટેસ્ટ સીરીઝ બાદ વનડે સીરીઝ રમાઇ રહી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી સીરીઝ પર કબજો જમાવ્યો હતો. હવે વનડે સીરીઝમાં પણ ભારતીય ટીમે પ્રથમ વનડેમાં જીત સાથે સીરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે

ભારતીય ટીમ સીરીઝ કબજે કરવા મેદાનમાં ઉતરશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝ રમાઇ રહી છે. મુંબઇમાં રમાયેલી પ્રથમ વનડેમાં ટીમ ઇન્ડિયાએ કાંગારુ ટીમને 5 વિકેટથી માત આપીને સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે. બન્ને ટીમો આજે બીજી વનડે રમવા માટે વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં ટકરાશે. આજની મેચ જીતી ભારત સીરીઝ પર કબજો કરવા પ્રયાસ કરશે, તો કાંગારુ ટીમ આજની મેચમાં જીતી સાથે સીરીઝને જીવંત રાખવા પ્રયાસ કરશે. બન્ને ટીમો માટે આજની વનડે ખુબ જ મહત્વની છે. 

આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન

આજે ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચ કાંગારુઓ માટે મહત્વની છે, આજની મેચની જીત સાથે કાંગારુઓ સીરીઝમાં ટકી રહેવા પ્રયાસ કરશે, તો વળી, ભારતીય ટીમની નજર જીત સાથે સીરીઝને સીલ કરવા પર રહેશે. ખાસ વાત છે કે, આજે ભારતીય ટીમમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS 2nd ODI LIVE Score: આજે ભારત અને ઓસ્ટ્રે્લિયા વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. આજે બન્ને ટીમો વિશાખાપટ્ટનમના ગ્રાઉન્ડમાં આમને સામને છે. ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ 1-0થી લીડ બનાવી ચૂકી છે. આજની મેચ કાંગારુઓ માટે મહત્વની છે, આજની મેચની જીત સાથે કાંગારુઓ સીરીઝમાં ટકી રહેવા પ્રયાસ કરશે, તો વળી, ભારતીય ટીમની નજર જીત સાથે સીરીઝને સીલ કરવા પર રહેશે. ખાસ વાત છે કે, આજે ભારતીય ટીમમાં રેગ્યૂલર કેપ્ટન રોહિત શર્માની વાપસી થશે. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.