IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી લીધી છે. ચાર ટેસ્ટ મેચોની સીરીઝમાં આ સાથે જ ટીમ ઇન્ડિઆએ 2-0થી લીડ બનાવી લીધી છે, દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે ત્રીજા દિવસે જ જીત હાંસલ કરીને ઇતિહાસ રચી દીધો છે. બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે. 


દિલ્હીમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરતાં 6 વિકેટથી જીત હાંસલ કરી લીધી છે. બીજી ઇનિંગમાં કાંગારુઓ તરફથી મળેલા 115 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી રોહિત એન્ડ કંપનીએ શાનદાર બેટિંગ કરીને જીત હાંસલ કરી લીધી. 


ભારતની વાત કરીએ તો, બીજી ઇનિંગમાં ત્રીજા દિવસની બેટિંગ દરમિયાન કુલ 26.4 ઓવરની રમત રમાઇ, જેમાં ટીમ ઇન્ડિયાએ 4 વિકેટો ગુમાવીને 118 રન કરીને મેચ જીતી લીધી હતી. આ ઇનિંગમાં સૌથી વધુ કેપ્ટન રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી, આ પછી શિકર ભરતે 23 રન, વિરાટ કોહલીએ 20 રન અને શ્રેયસ અય્યરે 12 રન બનાવ્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયૉન 2 વિકેટ અને ટૉડ મર્ફી 1 વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતા.


ઓસ્ટ્રેલિયાએ ભારતને જીત માટે આપ્યો 115 રનોનો ટાર્ગેટ
 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતને જીત માટે કાંગારુ ટીમ તરફથી 115 રનોનો નાના ટાર્ગેટ મળ્યો છે. બીજી ઇનિંગમાં કાંગારુ ટીમના બેટ્સમેનનો ફરી એકવાર ભારતીય બૉલરો સામે લાચાર જોવા મળ્યા અને માત્ર 113 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગયા હતા, આ દરમિયાન ભારતને બીજી દિલ્હી ટેસ્ટમાં જીતવા માટે રોહિત એન્ડ કંપનીને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ટીમે ત્રીજા દિવસો તરખાટ મચાવી બૉલિંગ કરી, ભારતીય સ્પીનરોના કેર સામે કાંગારુ બેટ્સમેને ટકી શક્યા નહીં, કાંગારુ ટીમ તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ 43 અને માર્નસ લાબુશાનેએ 35 રન બનાવી શક્યા હતા, આ સિવાય કોઇપણ બેટ્મસેને ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યો ન હતો.


કાંગારુ ટીમની બીજી ઇનિંગ
ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રનોનો સ્કૉર ટ્રેવિસ હેડે કર્યો હતો, ટ્રેવિસ હેડ 43 રન બનાવી શક્યો હતો, આ પછી માર્નસ લાબુશાનેએ 35 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇપણ કાંગારુ બેટ્સમેન પીચ પર લાંબુ ટકી શક્યો ન હતો, અને ડબલ ડિજીટ સુધી પણ પહોંચી શક્યો ન હતો. 


રવિન્દ્ર જાડેજાનો કેર 
બીજી ઇનિંગમાં શાનદાર બૉલિંગનુ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કર્યુ, રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટો ઝડપીને કાંગારુ ટીમે ધૂંટણીયે પાડી દીધી હતી. જાડેજાએ પોતાના 12.1 ઓવરના સ્પેલમાં 1 મેઇડન સાથે 45 રન આપ્યા હતા, અને આ દરમિયાન 7 મહત્વની વિકેટો ઝડપી હતી, જાડેજાની કાતિલ બૉલિંગ સામે કાંગારુ ટીમ પસ્ત થઇ ગઇ હતી, કાંગારુ ટીમ માત્ર 113 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 


અશ્વિનની પણ ધારદાર બૉલિંગ 
બીજી ઇનિંગની ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિને પણ ધારદાર બૉલિંગ કરી, અશ્વિને પોતાના 16 ઓવરના સ્પેલમાં 3 મેડન ઓવર નાંખી અને 59 રન આપ્યા હતા, આ દરમિયાન અશ્વિને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો પ્રથમ ઇનિંગ રમી ચૂકી છે, અને હવે કાંગારુ ટીમે ભારતીય ટીમને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ આપ્યો છે.