IND vs AUS 2nd Test Day 3 Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં ભારતને જીત માટે કાંગારુ ટીમ તરફથી 115 રનોનો નાના ટાર્ગેટ મળ્યો છે. બીજી ઇનિંગમાં કાંગારુ ટીમના બેટ્સમેનનો ફરી એકવાર ભારતીય બૉલરો સામે લાચાર જોવા મળ્યા અને માત્ર 113 રનના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગયા હતા, આ દરમિયાન ભારતને બીજી દિલ્હી ટેસ્ટમાં જીતવા માટે રોહિત એન્ડ કંપનીને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ મળ્યો હતો. 


ભારતીય ટીમે ત્રીજા દિવસો તરખાટ મચાવી બૉલિંગ કરી, ભારતીય સ્પીનરોના કેર સામે કાંગારુ બેટ્સમેને ટકી શક્યા નહીં, કાંગારુ ટીમ તરફથી સૌથી વધુ રન ટ્રેવિસ હેડ 43 અને માર્નસ લાબુશાનેએ 35 રન બનાવી શક્યા હતા, આ સિવાય કોઇપણ બેટ્મસેને ડબલ ડિજીટ સુધી પહોંચી શક્યો ન હતો.


કાંગારુ ટીમની બીજી ઇનિંગ
ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઇનિંગની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રનોનો સ્કૉર ટ્રેવિસ હેડે કર્યો હતો, ટ્રેવિસ હેડ 43 રન બનાવી શક્યો હતો, આ પછી માર્નસ લાબુશાનેએ 35 રનની ઇનિંગ રમી હતી, આ સિવાય કોઇપણ કાંગારુ બેટ્સમેન પીચ પર લાંબુ ટકી શક્યો ન હતો, અને ડબલ ડિજીટ સુધી પણ પહોંચી શક્યો ન હતો. 


રવિન્દ્ર જાડેજાનો કેર 
બીજી ઇનિંગમાં શાનદાર બૉલિંગનુ પ્રદર્શન રવિન્દ્ર જાડેજાએ કર્યુ, રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટો ઝડપીને કાંગારુ ટીમે ધૂંટણીયે પાડી દીધી હતી. જાડેજાએ પોતાના 12.1 ઓવરના સ્પેલમાં 1 મેઇડન સાથે 45 રન આપ્યા હતા, અને આ દરમિયાન 7 મહત્વની વિકેટો ઝડપી હતી, જાડેજાની કાતિલ બૉલિંગ સામે કાંગારુ ટીમ પસ્ત થઇ ગઇ હતી, કાંગારુ ટીમ માત્ર 113 રનોના સ્કૉર પર ઓલઆઉટ થઇ ગઇ હતી. 


અશ્વિનની પણ ધારદાર બૉલિંગ 
બીજી ઇનિંગની ત્રીજા દિવસે રવિચંદ્રન અશ્વિને પણ ધારદાર બૉલિંગ કરી, અશ્વિને પોતાના 16 ઓવરના સ્પેલમાં 3 મેડન ઓવર નાંખી અને 59 રન આપ્યા હતા, આ દરમિયાન અશ્વિને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટ દિલ્હીના અરુણ જેટલી ગ્રાઉન્ડ પર રમાઇ રહી છે, બન્ને ટીમો પ્રથમ ઇનિંગ રમી ચૂકી છે, અને હવે કાંગારુ ટીમે ભારતીય ટીમને જીતવા માટે 115 રનોનો ટાર્ગેટ આપ્યો છે.