IND vs AUS, 2nd Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી બીજી ટેસ્ટમાં આજે બીજા દિવસે ભારત ઓલઆઉટ થઇ ચૂક્યુ છે. ભારતની પ્રથમ ઇનિંગમાં 262 રન બનાવીને ઓલઆઉટ થયુ છે, આ સાથે ઓસ્ટ્રેલિયન ટીમને બીજી ઇનિંગમાં ભારત પર માત્ર 1 રનની નજીવી લીડ મળી છે. ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 83.3 ઓવરનો સામનો કરતાં 262 રન બનાવ્યા હતા, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ઇનિંગમાં 263 રન બનાવ્યા હતા.
ભારતની ઇનિંગમાં શું થયું -
ભારતીય ટીમની પ્રથમ ઇનિંગની વાત કરીએ તો, પ્રથમ ઇનિંગમા સામાન્ય રહી, બીજા દિવસે ભારતીય ટીમ એક પછી એક પછી વિકેટો ગુમાવતી રહી અને ટીમને મોટી લીડ બનાવવામાં સફળતા ના મળી, ભારત તરફથી સૌથી વધુ રન ઓલરાઉન્ડર અક્ષર પટેલ 74 રન બનાવ્યા હતા, અક્ષરે 115 બૉલમાં 3 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી જબરદસ્ત ઇનિંગ રમી હતી.
ભારત તરફથી અક્ષર ઉપરાંત વિરાટ કોહલી 44 રન અને અશ્વિને 37 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી, પરંતુ ક્રિઝ પર લાંબુ ટકી શક્યા નહતી, આ પછી કેપ્ટન રોહિત શર્મા 32 અને રવીન્દ્ર જાડેજાએ 26 રનની ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયા ટીમના બૉલરો લયમાં આવ્યા -
ઓસ્ટ્રેલિયા ટીમના બૉલરો ફરી એકવાર લયમાં જોવા મળ્યા, પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉન ફરી લયમાં આવ્યો અને તેને 29 ઓવરમાં 5 મેડન સાથે 67 રન આપીને 5 મહત્વની વિકેટો ઝડપી હતી, જેમાં ભારતના સ્ટાર બેટ્સમેને સામેલ હતો. આ ઉપરાંત કુહેનમેન અને મર્ફી 2-2 વિકેટો લેવામાં સફળ રહ્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફી રમાઇ રહી છે, જેમાં પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે જીત હાંસલ કરીને 1-0થી લીડ બનાવી લીધી છે, આજે બન્ને ટીમો વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટક્કર થઇ રહી છે, આજે ટેસ્ટનો બીજો દિવસ છે.