IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યારે ચાલી રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી છે, અને હવે આગામી બીજી ટેસ્ટ મેચ દિલ્હીમાં રમાવવાની છે, અને આને લઇને બન્ને ટીમોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. પરંતુ આ બધાની વચ્ચે એક મોટો સમાચાર સામે આવ્યા છે. ઓસ્ટ્રેલિયન ટીમે નાગપુરમાં મળેલી કારમી હાર બાદ ટીમમાં એક મોટો ફેરફાર કર્યો છે. ટીમમાં મેથ્યૂ કુહ્યમેનને સામેલ કરવામાં આવ્યો છે. 


શુક્રવારે દિલ્હીમાં રમાનારી ટેસ્ટ પહેલા કાંગારુ ટીમમાં સ્ટાર અને ઘાતક સ્પીનર મેથ્યૂ કુહ્યમેનને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. આ ટેસ્ટ મેચમાં આ યુવા ખેલાડીનું ડેબ્યૂ લગભગ નક્કી છે. 26 વર્ષીય મેથ્યૂ કુહ્યમેનને ઓસ્ટ્રેલિયન ટીમમાં મિશેલ સ્વેપસનની જગ્યાએ એન્ટ્રી મળી છે. 


ખાસ વાત છે કે, મિશેલ સ્વેપસન હાલમાં પોતાના પહેલા બાળકના જન્મની ખુશીમાં વતન ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે, તેની પત્નીએ બાળકને જન્મ આપશે. સ્વેપસન ત્રીજી ટેસ્ટ પહેલા તે ટીમ સાથે ફરીથી જોડાઇ શકે છે. દિલ્હી ટેસ્ટ બાદ ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમશે. હાલમાં બૉર્ડર ગાવસ્કર ટ્રૉફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયા ટીમ વચ્ચે કુલ ચાર ટેસ્ટ મેચોની સીરીઝ રમાઇ રહી છે, અને ટીમ ઇન્ડિયા 1-0થી લીડ બનાવી ચૂકી છે. 


મેથ્યૂ કુહ્યમેનને પ્લેઇંગ ઇલેવનમાં મળી શકે છે મોકો - 
હાલમાં ભારતીય પીચો પર ઓસ્ટ્રેલિયાને રવિન્દ્ર જાડેજા જેવા જાદુગર સ્પીનરની જરૂર છે, અને આ વાતને ધ્યાનમાં રાખતા ઓસ્ટ્રેલિયા ટીમ મેથ્યૂ કુહ્યમેનને દિલ્હી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાં મોકો આપી શકે છે. 


મેથ્યૂ કુહ્યમેનની કેરિયરની વાત કરીએ તો, મેથ્યૂ કુહ્યમેને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 13 મેચોમાં 34.80 પર 35 વિકેટો ઝડપી ચૂક્યો છે. જોકે, તેને સ્વેપસન હોવાના કારણે નાગપુર ટેસ્ટમાં ડેબ્યૂનો મોકો નહતો મળ્યો, પરંતુ હવે દિલ્હીમાં જરૂર મોકો મળી શકે છે. મેથ્યૂ કુહ્યમેનને તાજેતરમાં જ શ્રીલંકા વિરુદ્ધની વનડે સીરીઝમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.  


ભારતીય ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


 રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.


ટેસ્ટ શ્રેણી કઈ જગ્યાએ રમાશે



  • 9 ફેબ્રુઆરી 2023 થી 13 ફેબ્રુઆરી 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 17 ફેબ્રુઆરી 2023 થી 21 ફેબ્રુઆરી 2023 દરમિયાન દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાશે.

  • 1 માર્ચ 2023 થી 5 માર્ચ 2023 દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે.

  • 9 માર્ચથી 13 માર્ચ, 2023 સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચોથી ટેસ્ટ મેચ રમાશે.