IND vs AUS, 3rd ODI: વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા સામે ભારતની હાર, 286 રનમાં ટીમ ઈન્ડિયા ઓલ આઉટ

IND vs AUS 3rd ODI LIVE Score Updates: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને અંતિમ મેચ આજે રાજકોટમાં રમાઇ રહી છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 27 Sep 2023 09:42 PM
રાજકોટ વનડેમાં 66 રને ટીમ ઈન્ડિયાની હાર

ભારતને મેચ જીતવા માટે 353 રનનો ટાર્ગેટ હતો, પરંતુ ટીમ 286 રન જ બનાવી શકી અને મેચ 66 રને હારી ગઈ. ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 81 રન બનાવ્યા હતા. તેના સિવાય વિરાટ કોહલીએ 56 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ગ્લેન મેક્સવેલે 40 રનમાં સૌથી વધુ 4 વિકેટ લીધી હતી.


 





રાહુલ બાદ સૂર્ય કુમાર અને અય્યર પણ આઉટ

ભારતની 6 વિકેટ પડી ગઈ છે. પહેલા રાહુલ 26 26 બનાવી આઉટ થયો હતો ત્યાર બાદ સુર્ય કુમાર 8 અને છેલ્લા શ્રેયસ અય્યર 43 બોલમાં 48 રન બનાવી આઉટ થયો હતો.

સૂર્યકુમાર યાદવ આઉટ

37.2 ઓવરના અંતે ભારતનો સ્કરો 5 વિકેટના નુકસાન પર 233 રન છે. શ્રેયસ ઐયર 41 રને રમતમાં છે. ભારતને મેચ જીતવા 76 બોલમાં 120 રનની જરૂર છે. સૂર્યકુમાર યાદવ 8 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો.

વિરાટ કોહલી 56 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો

પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ વિરાટ કોહલી 56 રનના અંગત સ્કોર પર ગ્લેન મેક્સવેલનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયાને ત્રીજો ઝટકો 171ના સ્કોર પર લાગ્યો. હવે કેએલ રાહુલ શ્રેયસ અય્યરને સપોર્ટ કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો છે.

વિરાટ કોહલીએ પોતાની અડધી સદી પૂરી કરી

વિરાટ કોહલીએ ઓસ્ટ્રેલિયા સામેની રાજકોટ વનડેમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. 26 ઓવરના અંતે ભારતીય ટીમે 2 વિકેટના નુકસાન પર 168 રન બનાવી લીધા છે. હવે તેમને જીતવા માટે વધુ 185 રન બનાવવા પડશે.

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, રોહિત આઉટ

ભારતને મોટો આંચકો લાગ્યો છે. રોહિત શર્મા 57 બોલમાં 81 રન બનાવીને આઉટ થયો છે. રોહિતે 6 સિક્સર અને 5 ફોર ફટકારી હતી. મેક્સવેલે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ભારતે 21 ઓવરમાં 144 રન બનાવ્યા છે.

ભારતનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર કરી ગયો છે. ભારતે 16 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 62 રન અને વિરાટ કોહલી 21 રન સાથે રમી રહ્યા છે.

ભારતને પ્રથમ ફટકો

10.5 ઓવરના અંતે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 74 રન છે. વોશિંગ્ટન સુંદર 30 બોલમાં 18 રન બનાવી મેક્સવેલની ઓવરમાં લાબુશેનના હાથે કેચ આઉટ થયો હતો. રોહિત શર્મા 35 બોલમાં 55 રન બનાવી રમતમાં છે. આ દરમિયાન તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 550 ઝડપી સિક્સરનો રેકોર્ડ બનાવ્યો છે.

ભારતની બેટિંગ શરૂ

ભારતીય ટીમની બેટિંગ શરૂ થઇ ચૂકી છે, 353 રનોના વિશાળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયામાં ઓપનિંગ કરવા કેપ્ટન રોહિત શર્મા અને વૉશિંગટન સુંદર ક્રિઝ પર છે. પ્રથમ ઓવરના અંતે ટીમ ઇન્ડિયાએ વિના વિકેટે 6 રન બનાવ્યા છે, કેપ્ટન રોહિત શર્મા 5 રન અને વૉશિંગટન સુંદર 1 રન બનાવી રમી રહ્યાં છે.

ઓસ્ટ્રેલિયાના 352 રન, બેટ્સમેનોએ મચાવ્યો તરખાટ

ઓસ્ટ્રેલિયાએ ભારતને જીતવા માટે 353 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. માર્શે 96 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્મિથે 74 રન અને લાબુશાને 72 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નર 56 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી બોલિંગ કરતી વખતે જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 81 રન આપીને 3 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે 6 ઓવરમાં 48 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ એક વિકેટ લીધી હતી. સિરાજે 9 ઓવરમાં 68 રન આપીને એક વિકેટ લીધી હતી. 

ત્રીજી વનડે, ભારતનો મળ્યો 353 રનોનો ટાર્ગેટ 

ઓસ્ટ્રેલિયાએ ભારતને 353 રનનો લક્ષ્યાંક આપ્યો છે. કાંગારૂઓએ 50 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 352 રન બનાવ્યા હતા. મિશેલ માર્શે 84 બોલમાં 13 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ડેવિડ વોર્નરે 56 રન, સ્ટીવ સ્મિથે 74 રન અને માર્નસ લાબુશેને 72 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 રનને પાર

ઓસ્ટ્રેલિયાનો સ્કોર 300 રનને પાર થઇ ગયો છે. ટીમે 43 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 303 રન બનાવ્યા છે. લાબુશેન 42 રન બનાવીને રમી રહ્યો છે. પેટ કમિન્સ 4 રન બનાવીને રમી રહ્યો છે.


 

ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 294 રન બનાવ્યા 

ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 294 રન બનાવ્યા હતા. લેબુશેન 37 રન બનાવીને રમી રહ્યો છે. કેમરૂન ગ્રીને 9 રન બનાવ્યા છે. ભારત તરફથી બુમરાહે 2 વિકેટ ઝડપી છે. સિરાજ, પ્રસીદ અને કુલદીપે એક-એક વિકેટ લીધી છે.

બુમરાહે કેરી કેચ આઉટ કરાવ્યો 

ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ પડી. એલેક્સ કેરી 19 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહે તેને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હવે ગ્લેન મેક્સવેલ બેટિંગ કરવા આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 37 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 267 રન બનાવ્યા છે.

36 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાના 261 રન 

ઓસ્ટ્રેલિયાએ 36 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 261 રન બનાવ્યા છે. લાબુશેન 23 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. એલેક્સ કેરી 6 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 19 રનની ભાગીદારી છે. ભારતીય બોલરો વિકેટની શોધમાં છે.

સિરાજે સ્મિથને પેવેલિયન મોકલ્યો

મોહમ્મદ સિરાજે ભારતને મોટી સફળતા અપાવી. સ્ટીવ સ્મિથ વિકેટ ગુમાવીને પેવેલિયન પરત ફરી રહ્યો છે. તે 61 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો. માર્શ બાદ સ્મિથની ઈનિંગ ટીમ માટે ઘણી મહત્વની હતી. ઓસ્ટ્રેલિયાએ 31.3 ઓવરમાં 242 રન બનાવ્યા છે.

30 ઓવરમાં ઓસ્ટ્રેલિયાના 230 રન 

ઓસ્ટ્રેલિયાએ 30 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. ટીમે બે વિકેટ ગુમાવી દીધી છે. સ્ટીવ સ્મિથ 57 બોલમાં 69 રન બનાવીને રમી રહ્યો છે. માર્નસ લાબુશેન 5 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. ભારત તરફથી કુલદીપ અને પ્રસિદ્ધે એક-એક વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે ખૂબ જ આર્થિક રીતે બોલિંગ કરી છે. પરંતુ વિકેટ લીધી ન હતી.

મિશેલ માર્શ સદી ચૂક્યો, 96 રને આઉટ

ઓસ્ટ્રેલિયાને બીજો ઝટકો 28મી ઓવરમાં 215ના સ્કૉર પર લાગ્યો હતો. કુલદીપ યાદવે મિશેલ માર્શને પ્રસિદ્ધ ક્રિષ્ણાના હાથે કેચ કરાવ્યો હતો. તે ચાર રનથી સદી ચૂકી ગયો હતો. માર્શે 84 બોલમાં 13 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 96 રનની ઇનિંગ રમી હતી. હાલમાં સ્ટીવ સ્મિથ 61 રન બનાવીને ક્રીઝ પર છે. માર્નસ લાબુશેન તેને ટેકો આપવા આવ્યા છે.

ભારતીય બૉલરોની જબરદસ્ત ધુલાઇ 

25 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 188 રન બનાવી લીધા છે. મિશેલ માર્શ 72 બોલમાં 78 રન અને સ્ટીવ સ્મિથ 44 બોલમાં 52 રન બનાવીને બેટિંગ કરી રહ્યો છે. સ્મિથે તેની વનડે કારકિર્દીની 30મી અડધી સદી ફટકારી હતી. આ ઉપરાંત તેણે વનડેમાં પાંચ હજાર રન પણ પૂરા કર્યા છે. ભારતીય બોલરો વિકેટ માટે ઝંખે છે.

સ્ટીવ સ્મિથે ફટકારી ફિફ્ટી 

સ્ટીવ સ્મિથે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તે 44 બોલમાં 52 રન બનાવીને રમી રહ્યો છે. સ્મિથે આ ઇનિંગમાં 5 ફોર અને એક સિક્સર ફટકારી હતી. માર્શ 78 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 25 ઓવરમાં 188 રન બનાવ્યા છે. સ્મિથ-માર્શ વચ્ચે 110 રનની ભાગીદારી છે.

ઓસ્ટ્રેલિયાએ એક ઓવરમાં બનાવ્યા 19 રન 

23મી ઓવર ભારત માટે ભારે હતી. જસપ્રીત બુમરાહે આ ઓવરમાં 19 રન આપ્યા હતા. સ્મિથે પ્રથમ બોલ પર સિંગલ લીધો હતો. આ પછી માર્શે બીજા બોલ પર સિક્સર ફટકારી હતી. તેણે ત્રીજા, ચોથા, પાંચમા અને છઠ્ઠા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. માર્શ 73 રન બનાવીને રમી રહ્યો છે. સ્મિથ 46 રન બનાવીને રમી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 176 રન બનાવ્યા છે.

20 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 146 રન 

ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 146 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ 53 રન બનાવીને રમી રહ્યો છે. સ્ટીવ સ્મિથ 36 રન બનાવીને રમી રહ્યો છે. સ્મિથ અને માર્શે 68 રનની ભાગીદારી પૂરી કરી છે.

મિશેલ માર્શની આક્રમક ફિફ્ટી 

17 ઓવર પછી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવીને 131 રન બનાવી લીધા છે. હાલમાં મિશેલ માર્શ 45 બોલમાં 50 રન અને સ્ટીવ સ્મિથ 23 બોલમાં 25 રન બનાવીને રમી રહ્યો છે. બંને વચ્ચે અત્યાર સુધી 53 રનની ભાગીદારી થઈ છે. સ્ટીવે વનડેમાં 5000 રન પણ પૂરા કર્યા છે. આ સાથે જ માર્શની વનડેમાં આ 17મી અડધી સદી હતી. વોર્નર 34 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ રમીને આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાને પહેલો ફટકો 78ના સ્કોર પર લાગ્યો હતો.

15 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કૉક 120 રન  

ઓસ્ટ્રેલિયાએ 15 ઓવર પછી એક વિકેટ ગુમાવીને 120 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ તેની અડધી સદીની નજીક છે. તેણે 43 રન બનાવ્યા છે. સ્મિથ 21 રન બનાવીને રમી રહ્યો છે. આ બંને વચ્ચે 42 રનની ભાગીદારી છે. ભારતીય બોલરો માત્ર એક જ વિકેટ લઈ શક્યા હતા.

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર 

ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 100 રનને પાર થઇ ગયો છે. ટીમે 12 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 104 રન બનાવ્યા છે. સ્ટીવ સ્મિથ 15 રન બનાવીને રમી રહ્યો છે. માર્શે 33 રન બનાવ્યા છે.

10 ઓવર બાદ ઓસ્ટ્રેલિયા ટીમ 

એક વિકેટ ગુમાવ્યા બાદ પણ ઓસ્ટ્રેલિયાએ ગતિ જાળવી રાખી છે. ટીમે 10 ઓવરમાં 90 રન બનાવ્યા છે. મિશેલ માર્શ 20 બોલમાં 27 રન બનાવીને રમી રહ્યો છે. તેણે 4 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સ્ટીવ સ્મિથ 6 બોલમાં 7 રન બનાવીને રમી રહ્યો છે. તેણે ચોગ્ગો ફટકાર્યો છે. ભારતીય બોલરો વિકેટની શોધમાં છે.

આક્રમક ફિફ્ટી બાદ વૉર્નર આઉટ

નવમી ઓવરના પહેલા બૉલ પર ડેવિડ વોર્નર આઉટ થયો અને ઓસ્ટ્રેલિયાને 78 રનના સ્કૉર પર પહેલો ઝટકો લાગ્યો, વોર્નરે માર્શ સાથે મળીને માત્ર 49 બોલમાં 78 રનની તોફાની ભાગીદારી કરી હતી. પ્રસિદ્ધ ક્રિષ્ણાએ વોર્નરને વિકેટકીપર રાહુલના હાથે કેચ કરાવ્યો હતો. આ સીરીઝમાં તેની સતત ત્રીજી અડધી સદી અને તેની વનડે કારકિર્દીની 31મી અડધી સદી હતી. વોર્નરે 34 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. હાલમાં સ્ટીવ સ્મિથ અને મિશેલ માર્શ ક્રિઝ પર છે. નવ ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર એક વિકેટે 84 રન છે.

વૉર્નરની ઝડપી ફિફ્ટી 

આઠ ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવી લીધા છે. વોર્નર પોતાની 31મી વનડે અડધી સદીની ફટકારી છે, વૉર્નરે 32 બોલમાં 55 રન અને મિશેલ માર્શે 15 બોલમાં 22 રન બનાવ્યા છે. આ બંને ભારતીય બોલરોની જોરદાર ધુલાઇ કરી રહ્યાં છે. આ પીચ બેટ્સમેનો માટે ખુબ મદદરૂપ છે.

ઓસ્ટ્રેલિયાની આક્રમક બેટિંગ 

ચાર ઓવર બાદ ઓસ્ટ્રેલિયાએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 37 રન બનાવી લીધા છે. ડેવિડ વોર્નર 15 બોલમાં 18 રન અને મિશેલ માર્શ નવ બોલમાં 19 રન બનાવીને રમી રહ્યો છે. સિરાજ ચોથી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો અને આ ઓવરમાં વોર્નરે એક ફોર અને બે સિક્સર ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ બેટિંગ શરૂ 

ઓસ્ટ્રેલિયન ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. મિશેલ માર્શ અને ડેવિડ વોર્નર ક્રિઝ પર છે. એક ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 1 વિકેટે પાંચ રન છે.

બીસીસીઆઈએ કહી આ વાત 

બીસીસીઆઈએ કહ્યું છે કે ચાર સ્થાનિક ખેલાડીઓ ધર્મેન્દ્ર જાડેજા, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા અને હાર્વિક દેસાઈ સમગ્ર મેચ દરમિયાન ડ્રિંક અને ફિલ્ડિંગ માટે ટીમ સાથે રહેશે.





ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ણ. 

ઓસ્ટ્રેલિયા ટીમ 

મિશેલ માર્શ, ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી (વિકેટકીપર), ગ્લેન મેક્સવેલ, કેમેરૂન ગ્રીન, પેટ કમિન્સ (કેપ્ટન), મિશેલ સ્ટાર્ક, તનવીર સાંધા, જૉશ હેઝલવુડ.

ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કમિન્સે પ્લેઇંગ-11માં પાંચ ફેરફાર કર્યા છે. મિચેલ સ્ટાર્ક અને ગ્લેન મેક્સવેલની વાપસી થઈ છે. જ્યારે તનવીર સંઘા વનડેમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પ્લેઈંગ-11માં કેટલાય ફેરફાર કર્યા છે. આજે રોહિત શર્મા, કુલદીપ યાદવ, વિરાટ કોહલીનું ટીમમાં પુનરાગમન થયુ છે. વળી, શુભમન, શાર્દુલ, અશ્વિન અને ઈશાનને આરામ આપવામાં આવ્યો છે. અશ્વિનની જગ્યાએ વૉશિંગ્ટન સુંદર ઓફ સ્પિનરની ભૂમિકા ભજવશે. ઈશાન કિશન વાયરલ ફિવરથી પીડિત છે.

પેટ કમિન્સની થઇ શકે છે વાપસી

બે મેચ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમને મોટી રાહત મળી છે. સ્ટાર્ક અને મેક્સવેલ ત્રીજી વનડે માટે ટીમમાં વાપસી કરશે. કેપ્ટન પેટ કમિન્સ બીજી વનડેનો ભાગ નહોતો. કમિન્સ ત્રીજી મેચમાં વાપસી કરશે અને ટીમની કમાન સંભાળતો જોવા મળશે.

બૉલિંગ આક્રમણ

જોકે, ભારત ત્રણ ફાસ્ટ બોલરોને મેદાનમાં ઉતારશે કે નહીં તે નક્કી નથી. બુમરાહ અને સિરાજ પ્લેઈંગ 11નો ભાગ બનશે તે નિશ્ચિત છે. આ મેચમાં અશ્વિન પણ રમશે. કુલદીપ યાદવ અથવા પ્રસિદ્ધ ક્રિષ્નામાંથી કોઈને પ્લેઈંગ 11માં ભાગ મળી શકે છે.

ટીમ ઇન્ડિયાનો બેટિંગ ઓર્ડર

રોહિત શર્મા સાથે ઈશાન કિશન ઓપનિંગની જવાબદારી સંભાળતો જોવા મળશે. વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમશે. અય્યર ચોથા નંબરે, કેએલ રાહુલ પાંચમા નંબરે અને સૂર્યકુમાર યાદવ છઠ્ઠા નંબર પર બેટિંગ કરતા જોવા મળશે. રવીન્દ્ર જાડેજાની જગ્યાએ વૉશિંગ્ટન સુંદરને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવી શકે છે.

પાંચથી વધુ ફેરફારો શક્ય

રોહિત શર્મા ઉપરાંત ભારતે ત્રીજી વનડે માટે વિરાટ કોહલી અને કુલદીપ યાદવને પણ પરત બોલાવ્યા છે. જો કે આ મેચ માટે પાંચ મહત્વના ખેલાડીઓને પણ બદલવામાં આવ્યા છે. રોહિત શર્માએ મંગળવારે સાંજે જ જાહેરાત કરી હતી કે હાર્દિક પંડ્યા, શુભમન ગીલ, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ શમી ત્રીજી વનડે મેચનો ભાગ નહીં હોય. ત્રીજી વનડે માટે ભારત પાસે માત્ર 13 ખેલાડીઓ બાકી છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટમાં જંગ

આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને અંતિમ મેચ આજે રાજકોટમાં રમાઇ રહી છે, ભારતે સીરીઝની પ્રથમ બે વનડે જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને ક્લીન સ્વીપ કવરાનો પુરોપુરો મોકો છે, તો વળી બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપનો ડર છે, વર્લ્ડકપ પહેલા ભારતમાં આ રીતની હારથી ઓસ્ટ્રેલિયન ટીમનું મનોબળ નબળુ પડી શકે છે. પ્રથમ બે મેચોની સરખામણીએ ત્રીજી વનડેમાં બંને ટીમોમાં મોટા ફેરફારો થવાના છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પણ ત્રીજી વનડેમાં વાપસી કરી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS 3rd ODI LIVE Score Updates: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની છેલ્લી અને અંતિમ મેચ આજે રાજકોટમાં રમાઇ રહી છે, ભારતે સીરીઝની પ્રથમ બે વનડે જીતીને અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારત પાસે ત્રીજી વનડે જીતીને ક્લીન સ્વીપ કવરાનો પુરોપુરો મોકો છે, તો વળી બીજી બાજુ ઓસ્ટ્રેલિયાને ક્લીન સ્વીપનો ડર છે, વર્લ્ડકપ પહેલા ભારતમાં આ રીતની હારથી ઓસ્ટ્રેલિયન ટીમનું મનોબળ નબળુ પડી શકે છે. પ્રથમ બે મેચોની સરખામણીએ ત્રીજી વનડેમાં બંને ટીમોમાં મોટા ફેરફારો થવાના છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયાની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ પણ ત્રીજી વનડેમાં વાપસી કરી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.