Rohit Sharma's Record In IND vs AUS ODI Series Decider: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઇ રહેલી ત્રણ મેચોની વનડે સીરીઝની આજે છેલ્લી અને અંતિમ વનડે મેચ રમાશે. આજે બન્ને ટીમો ચેન્નાઇના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સીરીઝ કબજે કરવા મેદાનમાં ઉતરશે. હાલમાં બન્ને ટીમો સીરીઝમાં 1-1ની બરાબરી પર છે. આ નિર્ણાયક મેચમાં બધાની નજર ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર રહેશે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝની નિર્ણાયક મેચોમાં તેની બેટિંગ એવરેજ 98.25ની રહી છે. આવામાં આ મેચમાં તેની બેટિંગ ટીમ ઇન્ડિયાને જીત અપાવી શકે છે.  


2013માં રમી હતી ઐતિહાસિક ઇનિંગ, 2020માં પણ અપાવી હતી જીત - 
રોહિત શર્માએ 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી વનડે સીરીઝની નિર્ણાયક મેચમાં 209 રનોની ઐતિહાસિક ઇનિંગ રમીને ભારતીય ટીમને જીત અપાવી હતી. આ અત્યાર સુધીની વનડે સીરીઝની નિર્ણાયક મેચમાં બનાવવામાં આવેલો સર્વાધિક સ્કૉર છે. બેંગ્લુરંમાં રમાયેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ 57 રનોથી જીત નોંધાવી હતી. રોહિત શર્માએ પોતાની આ ઇનિંગમાં કુલ 12 ચોગ્ગા અને 16 છગ્ગા ફટકાર્યા હતા. તેને 158 બૉલમાં 132.28 ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. રોહિત શર્માના આ શાનદાર પ્રદર્શન માટે તેને ‘મેન ઓફ ધ મેચ’ના ખિતાબથી નવાજવામાં આવ્યો હતો. 


વળી, 2020 માં રોહિત શર્માએ એકવાર ફરીથી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝની નિર્ણાયક મેચમાં સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. આ મેચમાં તેને 119 રનોની ઇનિંગ રમી હતી. આ મેચમાં ટીમ ઇન્ડિયાએ 287 રનોનો પીછો કરતાં 7 વિકેટથી જીત નોંધાવી હતી. 


બેંગ્લુંરુંમાં રમાઇ હતી બન્ને વચ્ચે મેચ  -
ઉલ્લેખનીય છે કે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડે સીરીઝની બન્ને નિર્ણાયક મેચ બેંગ્લુંરુમાં રમાઇ હતી. જ્યાં તેને પોતાની સદી અને બેવડી સદીથી ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી. પરંતુ આ વખતે નિર્ણાયક મેચ ચેન્નાઇમાં રમાવવાની છે.