IND vs AUS 3rd T20 : ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ત્રીજી T20માં હરાવ્યું, સૂર્યકુમાર અને કોહલીની તોફાની ઈનિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચોની T20 શ્રેણીની આ છેલ્લી મેચ રમાઈ રહી છે.

gujarati.abplive.com Last Updated: 25 Sep 2022 10:40 PM
9 વર્ષ બાદ ભારતે ઓસ્ટ્રેલિયા સામે શ્રેણી જીતી

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને નિર્ણાયક ટી-20માં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં ટીમ ઈન્ડિયાએ છેલ્લી ઓવરમાં લક્ષ્યનો પીછો કર્યો હતો. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે સૌથી વધુ 69 રન બનાવ્યા હતા. ગ રમી હતી.આ સાથે જ વિરાટ કોહલીએ 63 રનની ઇનિં

સુર્યકુમાર યાદવ 69 રન બનાવી આઉટ

સુર્યકુમાર યાદવ 69 રન બનાવી આઉટ થયો છે. વિરાટ કોહલીએ શાનદાર ઈનિંગ રમતમાં અડધી સદી ફટકારી છે. કોહલી અને હાર્દિક પંડ્યા બંને રમતમાં છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 150 રનને પાર થયો છે. 

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર

ટીમ ઈન્ડિયાનો સ્કોર 100 રનને પાર થયો છે. કોહલી અને સુર્યકુમાર યાદવ રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 12.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 109 રન બનાવી લીધા છે. 

કોહલી અને સુર્યકુમાર યાદવ રમતમાં

ભારતીય ટીમે 10 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 91 રન બનાવી લીધા છે. કોહલી 35 રને અને સુર્યકુમાર યાદવ 31 રન રમતમાં છે. 

ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો

ટીમ ઈન્ડિયાને બીજો મોટો ઝટકો લાગ્યો છે. રોહિત શર્મા 17 રન બનાવી આઉટ થયો છે. હાલ કોહલી અને સુર્યકુમાર યાદવ બંને રમતમાં છે. ટીમ ઈન્ડિયાએ 4.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 38 રન બનાવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાએ 186 રન બનાવ્યા હતા

IND vs AUS 3જી T20: હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ત્રીજી અને નિર્ણાયક T20માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ રમત રમીને ટીમ ઈન્ડિયાને 187 રનનો ટાર્ગેટ આપ્યો છે. ઓસ્ટ્રેલિયા તરફથી કેમરૂન ગ્રીને 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ત્યારબાદ અંતે ટિમ ડેવિડે 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. જ્યાં ગ્રીને 7 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

ભારતને મળી બીજી સફળતા

કેમરુન ગ્રીન 21 બોલમાં 52 રનની વિસ્ફોટક ઈનિંગ રમી આઉટ થયો છે. ભુવનેશ્વર કુમારે ભારતને આ સફળતા અપાવી છે.  હાલમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા છે. 

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા

ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા મળી છે.  અક્ષર પટેલે 7 રને ફિંચની વિકેટ મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમે 4.2 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 57 રન બનાવી લીધા છે. કેમરુન અને સ્ટીવ સ્મિથ રમતમાં છે. 

ઓસ્ટ્રેલિયાની શાનદાર શરુઆત

ઓસ્ટ્રેલિયાની શાનદાર શરુઆત થઈ છે. 2.3 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 28 રન બનાવી લીધા છે. 

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઑસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન: એરોન ફિન્ચ (C), કેમેરોન ગ્રીન, સ્ટીવન સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ વેડ (wk), ડેનિયલ સેમ્સ, પેટ કમિન્સ, એડમ ઝમ્પા અને જોશ હેઝલવુડ.

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન

 


ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન - કેએલ રાહુલ, રોહિત શર્મા (C), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (WK), અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ.

ભારતે ટોસ જીત્યો

IND vs AUS 3rd T20 Live: હૈદરાબાદમાં રમાનારી ત્રીજી T20માં, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઋષભ પંતની જગ્યાએ ભુવનેશ્વરની વાપસી થઈ છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયાએ પણ એક ફેરફાર કર્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમમાં જોશ ઈંગ્લિસની વાપસી થઈ છે.

બ્રેકગ્રાઉન્ડ

India vs Australia 3rd T20: ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચોની T20 શ્રેણીની આ છેલ્લી મેચ રમાઈ રહી છે.  ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. બંને ટીમો હાલમાં સિરીઝમાં 1-1થી બરોબરી પર છે, તેથી હૈદરાબાદમાં યોજાનારી આ મેચના પરિણામ દ્વારા જ સિરીઝનો વિજેતા જાહેર કરવામાં આવશે.


આ શ્રેણીની પ્રથમ મેચ ભારતીય ટીમ હારી ગઈ હતી. મોહાલીમાં ભારતીય ટીમ 208 રનના વિશાળ સ્કોરને પણ બચાવી શકી ન હતી. જો કે બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરીને શ્રેણી 1-1થી બરાબર કરી લીધી હતી. શ્રેણીની આ બીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી, જેમાં માત્ર 8-8 ઓવર જ રમાઈ હતી. ભારતે અહીં છેલ્લી ઓવરમાં 6 વિકેટે જીત મેળવી હતી.


કેવું રહેશે તાપામાન


આજે હૈદરાબાદમાં તાપમાન 22 થી 29 ડિગ્રીની વચ્ચે રહેશે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. દિવસ દરમિયાન વરસાદની પૂરેપૂરી શક્યતા છે. જો કે મેચની શરૂઆતમાં વરસાદની શક્યતા ઓછી છે. પરંતુ જો દિવસ દરમિયાન વરસાદના કારણે મેદાન યોગ્ય રીતે સુકાઈ ન જાય તો મેચમાં વિલંબ થઈ શકે છે. તો બીજી ઇનિંગમાં પણ વરસાદની શક્યતા વધુ છે. રાજ 10 વાગ્યા પછી ભારે વરસાદ પડી શકે છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.