IND Vs AUS: વર્લ્ડકપ ટેસ્ટ ચેમ્પીયનશીપ પહેલા ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પ્રવાસ પર આવશે, બન્ને વચ્ચે 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમાશે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપને ધ્યાનમાં રાખતા ભારતીય ટીમ માટે સીરીઝ ખુબ જ મહત્વીન છે. સીરીઝની શરૂઆત 9મી ફેબ્રુઆરીથી થઇ રહી છે. હાલના દિવસોમાં ઓસ્ટ્રેલિયન ટીમ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝ રમી રહી છે, આ 3 મેચોની સીરીઝમાં ઓસ્ટ્રેલિયા શરૂઆતની બે મેચો જીતીને 2-0 થી સીરીઝમાં લીડ બનાવી ચૂકી છે. આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. 


ભારત વિરુદ્ધ આ મોટા ખેલાડી થશે સામેલ - 
ભારત વિરુદ્ધ રમાનારી ટેસ્ટી સીરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં ડેવિડ વૉર્નર, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને અને કેમરુન ગ્રીન જેવા મોટા સ્ટાર્સ સામલે થશે. બેટિંગનો આ ડિપાર્ટમેન્ટ સારી લયમાં દેખાઇ રહ્યો છે. પ્રૉટિયાઝ વિરુદ્ધ સ્ટીવ સ્મિથ અને ડેવિડ વૉર્નર સહિત તમામ બેટ્સમેનોએ સારુ પ્રદર્શન કર્યુ છે. 


બૉલિંગમાં આ દિગ્ગજ હશે સામેલ - 
આ ઉપરાતં બૉલિંગમાં કેપ્ટન પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, જૉશ હેઝલવુડ, અને સ્કૉટ બૉલેન્ડ જેવા સ્ટાર્સ બૉલરો દેખાશે. તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ સામે રમાયેલી ટેસ્ટ સીરીઝમાં સ્કૉટ બૉલેન્ડ શાનદાર લયમાં દેખાઇ રહ્યો હતો. યંગ ઓલરાઉન્ડર કેમરુન ગ્રીન આફ્રિકા વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કરતાં જોવા મળ્યો હતો. જોકે, કેમરૂન ગ્રીન અને મિશેલ સ્ટાર્કને લઇને હજુ પણ કંઇ સ્પષ્ટતા નથી, તેઓ બીજી ટેસ્ટમાં ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. 


આ ઉપરાંત સ્પિન ડિપાર્ટમેન્ટમાં નાથન લાયૉન અને એશ્ટન એગર જેવા બૉલરો દેખાશે, નાથન લાયૉન ટેસ્ટમાં ભારત વિરુદ્ધ ખુબ કારગર સાબિત થાય છે. આવામાં ઓસ્ટ્રેલિયાની આ ટીમ ભારતીય ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. 


ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની સંભવિત સ્ક્વૉડ 
ડેવિડ વૉર્નર, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરુન ગ્રીન, એલેક્સ કેરી, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લાયૉન, જૉશ હેઝલવુડ, સ્કૉટ બૉલેન્ડ, એશ્ટન એગર, લૉન્સ મૉરિસ, મિશેસ સ્વીપસન, મેટ રેનશૉ, પીટર હેન્ડ્સ્કૉમ્બ, ટૉડ મર્ફી. 


 


AUS vs SA: શું Steve Smith લેવાનો છે સંન્યાસ ? જાણો ઓસ્ટ્રેલિયન દિગ્ગજે શું આપ્યો જવાબ


અટકળોની વચ્ચે સ્ટીવ સ્મિથે સંન્યાસ વિશે શું કહ્યું - 
તાજેતરમાં અટકળો વહેતી થઇ હતી કે ઓસ્ટ્રેલિયન ટેસ્ટ દિગ્ગજ સ્ટીવ સ્મિથ બહુ જલદી ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. પરંતુ હવે આ વાતને ખુદ સ્મિથ ફગાવી દીધી છે. ઇન્ડિયા ટૂડેને ફૉક્સ સ્પોર્ટ્સના હવાલાથી લખ્યુ છે કે, સ્મિથ સંન્યાસની વાતને ફગાવી દીધી છે. તેને કહ્યું કે, હું ક્યાંય નથી જઇ રહ્યો, મારી પાસે ભવિષ્યમાં રમવાના હજુ કેટલાય મોકા છે, હુ તેને લઇને ઉત્સાહિત છું, હું હજુ પણ વધુ સારુ કરવાની કોશિશ કરી રહ્યો છું.


સ્મિથે કહ્યું- મારી અંદર હજુ પણ રમવાની વધુ ઇચ્છા છે. હું હજુ પણ પોતાની રમતને બેસ્ટ કરવા પર કોશિશ કરીશ. હું આ માટે સાથે સાથે યુવા બેટ્સમેનોની મદદ કરી રહ્યો છું. હું હજુ રમતનો આનંદ લઇ રહ્યો છું, અને હાલ સંન્યાસ લેવાનો કોઇ પ્લાન નથી.