India vs Australia Indore Test: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ ઈન્દોરમાં રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે બીજા દિવસ સુધી ભારતીય ટીમ પર પ્રભુત્વ જમાવ્યું હતું. આ દરમિયાન નાથન લિયોને શાનદાર બોલિંગ કરી હતી. પોતાના પ્રદર્શનના આધારે તેણે અનિલ કુંબલેનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો હતો. નાથન બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નાથન લિયોને અત્યાર સુધીમાં કુલ 113 વિકેટ લીધી છે. આ મામલામાં કુંબલે બીજા સ્થાને છે. તેણે 111 વિકેટ લીધી છે. ત્રીજા નંબર પર રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને 106 વિકેટ લીધી છે. હરભજન સિંહ ચોથા સ્થાને છે. તેણે 95 વિકેટ લીધી છે. રવિન્દ્ર જાડેજા 84 વિકેટ સાથે પાંચમા નંબર પર છે.
ઈન્દોર ટેસ્ટમાં નાથન લિયોને અસરકારક બોલિંગ કરી હતી. તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન 11.2 ઓવરમાં 35 રન આપવામાં આવ્યા હતા. ભારતની બીજી ઇનિંગમાં પણ નાથન લિયોનનો દબદબો રહ્યો હતો. તેણે 23.3 ઓવરમાં 64 રન આપીને 8 વિકેટ ઝડપી હતી.
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાએ શ્રેણીની પ્રથમ બે મેચમાં શાનદાર જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ મેચ એક દાવ અને 132 રને જીતી હતી. આ પછી બીજી મેચ 6 વિકેટે જીતી હતી. પરંતુ ત્રીજી મેચમાં જીત આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયાને જીતવા માટે માત્ર 75 રન બનાવવાના છે અને તેની પાસે તમામ 10 વિકેટ છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતવા માટે કાંગારૂ ટીમને જલ્દી ઓલઆઉટ કરવી પડશે.
બોર્ડર-ગવાસ્કર ટ્રોફીમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
નાથન લિયોન - 113
અનિલ કુંબલે - 111
રવિચંદ્રન અશ્વિન - 106
હરભજન સિંહ - 95
રવિન્દ્ર જાડેજા - 84
ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અત્યારે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ત્રીજી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઇન્દોરના હોલ્કર ગ્રાઉન્ડ પર આજે બીજા દિવસ રમત પૂર્ણ થઇ ચૂકી છે. પરંતુ આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉનનો તરખાટ જોવા મળ્યો છે. નાથન લિયૉનની ધાકડ બૉલિંગ સામે ભારતીય ટીમ ધરાશાયી થઇ ગઇ છે. ખાસ વાત છે કે, ઇન્દોર ટેસ્ટમાં નાથન લિયૉનના નામે એક મોટી ઉપલબ્ધિ પણ નોંધાઇ ગઇ છે, નાથન લિયૉને બૉલિંગમાં મુરલીધનના મહારેકોર્ડને પણ તોડી નાંખ્યો છે, અને આમ કરનારો પહેલો સ્પીનર બની ગયો છે.
Nathan Lyonએ તોડ્યો મુરલીધરનનો મહારેકોર્ડ -
ઓસ્ટ્રેલિયન સ્ટાર સ્પીનર નાથન લિયૉન આમ તો દુનિયાભરમાં વિકેટો ઝડપે છે, પરંતુ ભારતમાં તેનું પ્રદર્શન જોવાલાયક રહે છે. ઇન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં જેવો શુભમન ગીલને આઉટ કર્યો તેવો જ તેના નામે એક મોટો રેકોર્ડ નોંધાઇ ગયો. ખરેખરમાં, નાથન લિયૉનની ભારતમાં 106મી વિકેટ હતી, અને આની સાથે જ તે ભારત વિરુદ્ધ સૌથી વધુ વિકેટો લેનારો સ્પીનર બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકન સ્પીનર મુથૈયા મુરલીધરનના નામે હતો, તેને 105 વિકેટો ઝડપી હતી. આની સાથે જ તે ભારત વિરુદ્ધ 105 થી વધુ વિકેટો લેનારો પહેલો સ્પીનર બની ગયો છે.