Steve Smith Catch Viral: જો કોઇ બેટ્સમેન ક્રિઝ પર ટકી ગયો હોય, તો તેને આઉટ કરવા માટે ફિલ્ડિંગ કરનારી ટીમે ખાસ પ્રકારનું આયોજન રણનીતિ સાથે કરવું પડે છે. હાલમાં ચાલી રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રીજી ટેસ્ટમાં આવી અદભૂત ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો છે. ખરેખરમાં, કેપ્ટન સ્મિથે ભારત સામે ઓસ્ટ્રેલિયની એવી જબરદસ્ત કડક ફિલ્ડિંગ ગોઠવી હતી કે ભારતીય બેટ્સમેનો એક પછી એક પેવેલિયન ભેગા થઇ રહ્યાં હતા. આમાંથી એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જે ખુદ કેપ્ટનની ફિલ્ડિંગનો છે, સ્ટીવ સ્મિથે ચેતેશ્વર પુજારાને શાનદાર કેચ પકડીને આઉટ કર્યો હતો. જુઓ...


સ્ટીવ સ્મિથે પકડ્યો અદભૂત અવિશ્વસનીય કેચ - 
નાથન લિયૉન ભારતની બીજી ઇનિંગમાં 57મી ઓવર ફેંકી રહ્યો હતો, તેને ઓવરના ત્રીજા બૉલ પર ચેતેશ્વર પુજારાને લેગ સ્લિપમાં કેપ્ટન સ્ટીવ સ્મિથના હાથોમાં ઝીલાવી દીધો હતો. ખરેખરમાં લિયૉને મીડલ સ્ટમ્પ લાઇન પર બૉલ ફેંક્યો, જેના પર પુજારાએ બેટ ઉઠાવ્યુ અને બૉલ ટચ થયો, પુજારાને લાગ્યુ કે બૉલ લેગ બાઉન્ડ્રી પર જશે, પરંતુ લેગ સ્લિપમાં રહેલા સ્મિથે જમણા હાથેથી એક હાથના કમાલથી આ અવિશ્વસનીય કેચ ઝડપી પાડ્યો હતો. સ્મિથ કેચ પકડ્યા બાદ જોરદાર પટકાયો પણ હતો જોકે, કેચ છોડ્યો નહીં. 




ખરેખરમાં સ્ટીવ સ્મિથના આ કેચની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે, ચેતેશ્વર પુજારા પણ સ્મિથના આ કેચને જોઇને ચોંકી ગયો હતો, અને તેને ખુદને વિશ્વાસ નહતો થઇ રહ્યો. 


પુજારાની શાનદાર ઇનિંગ - 
આ ટેસ્ટમાં ફરી એકવાર એકલવીરની જેમ ચેતેશ્વર પુજારા ઇન્દોરની પીચ પર ટકી રહ્યો હતો, પુજારાએ શાનદાર બેટિંગ કરતાં 142 બૉલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 59 રનોની ઉપયોગી ઇનિંગ રમી હતી. જોકે, બાદમાં વિકેટની પાછળ સ્લિપમાં નાથન લિયૉનના એક બૉલને કટ કરવા જતાં સ્ટીવ સ્મિથના હાથમાં ઝીલાઇ ગયો હતો, સ્ટીવે પુજારાનો આ અદભૂત કેચ કરીને પુજારાને પેવેલિયન ભેગો કર્યો હતો. 


ટીમ ઇન્ડિયામાં પુજારાની 59 રનોની ઇનિંગ સિવાય કોઇ બેટ્સમેને કંઇ ખાસ કરી શક્યો નહતો. શ્રેયસ અય્યર 26, રવિચંદ્રન અશ્વિન 16, અક્ષર પટેલ 15 અને વિરાટ કહોલી 13 રનાવી શક્યા હતા. કાંગારુ બૉલરોની સામે ફરી એકવાર ટીમ ઇન્ડિયા ધરાશાયી થઇ ગઇ હતી. 




નાથન લિયૉનનો ઘાતક સ્પેલ - 
ઓસ્ટ્રેલિયન સ્પીનર નાથન લિયૉને ઇન્દોરની પીચ પર ભારતીય ટીમ સામે ઘાતક સ્પેલ નાંખ્યો હતો. નાથન લિયૉને 23.3 ઓવરો નાંખી હતી, જેમાં એક મેડન સાથે 64 રન આપીને 8 વિકેટો ઝડપી હતી. નાથન લિયૉને 8 વિકેટો ઝડપીને ટીમ ઇન્ડિયાને ધરાશાયી કરી નાંખી હતી.