નટરાજન ઉપરાંત વોશિંગ્ટન સુંદર પણ બ્રિસ્બેન ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. સુંદરને પણ નેટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયામાં રાખવામાં આવ્યો હતો. હવે નટરાજન ભારત માટે ટેસ્ટ રમનાર 300મો અને સુંદર 301મો ખેલાડી બની ગયો છે. તો પછી ભારતનો પ્રથમ, 100મો, 200મો ટેસ્ટ ક્રિકેટર કોણ હતો? એ જાણવું પણ જરૂરી છે.
સીકે નાયડૂને ગણવામાં આવે છે પ્રથમ ખેલાડી
ભારતે 1932-33 સીઝનમાં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમી હતી. એ સીરીઝમાં ભારતીય ટીમના કેપ્ટન સીકે નાયડૂ હતા. આ રીતે તેઓનેભારતના પ્રથમ ટેસ્ટ ખેલાડી ગણવામાં આવે છે.
ભારત માટે ટેસ્ટ રમવા માટે 100માં ખેલાડી બબલૂ ગુપ્તા હતા. મુંબઈને રહેવાસી ગુપ્તાએ નોરી કોન્ટ્રાક્ટરની કેપ્ટનશિપમાં 1960-61માં ડેબ્યૂ કર્યું હતું. જોકે ભારત માટે તે માત્ર ત્રણ ટેસ્ટ જ રમ્યા હતા.
ભારત માટે ટેસ્ટ રમનાર 200માં ખેલાડીની કારકિર્દી બબલૂ ગુપ્તા કરતાં ઘણી લાંબી હતી. વિકેટકીપર બેટ્સમેન નયન મોગિંયાએ 1994માં શ્રીલંકા વિરૂદ્ધ લખનઉમાં ડેબ્યૂ કર્યું હતું. તે ભારત માટે 44 ટેસ્ટ મેચ રમ્યા હતા. મોંગિયાએ 24ની સરેરાશતી 1442 રન બનાવ્યા, જેમાં એક સેન્ચુરી અને છ હાપ સેન્ચુરી સામેલ છે.