25 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર બે વિકેટ પર 64 રન છે. સ્મિથ 29 રન બનાવીને મેદાન પર છે જ્યારે લાબુશેન 19 રન પર પહોંચ્યો છે. સુંદરે સારી શરૂઆત કરી અને તેના બોલ પર લાબુશેનને થોડી મુશ્કેલી થઈ રહી છે. લાબુશેન આજે ઘણી ધીમી બેટિંગ કરી રહ્યો છે અને તે 78 બોલ રમી ચૂક્યો છે.
બોર્ડર-ગાવસ્કર સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ આજથી બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ પહેલા બન્ને ટીમ 1-1થી બરાબર પર છે. જોકે આ મેચમાં બન્ને ટીમના ખેલાડીઓને ઈજાને કારણે ઘણાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયા માટે ટી નટરાજન અને વોશિંગ્ટન સુંદરે ડેબ્યૂ કરવાની તક મળી છે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઇજાગ્રસ્ત વિલ પુકોબસ્કીની જગ્યાએ હૈરિસને મળ્યું છે.
સિડની મેચમાં ભારતના બે સ્ટાર ખેલાડી હનુમા વિહારી અને રવીન્દ્ર જાડેજા ઇજાગ્રસ્ત થઈને સીરીઝમાંથી બહાર થઈ ગાય. જસપ્રીત બુમરાહ પેટની ઇજાને કારણે અંતિમ મેચમાં નથી રમી રહ્યો. જોકે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ પહેલા જ ઇજાને કારણે મેચમાથી બહાર થઈ ગયા છે માટે જ ટીમ ઇન્ડિયા માટે અંતિમ ટેસ્ટમાં વધારે વિકલ્પ નથી રહ્યા.