ભારતીય ટીમ બ્રિસ્બેનમાં કઠીન ક્વૉરન્ટાઇન નિયમોને લઇને નારાજ હતી, અને એવુ કહેવાઇ રહ્યું હતુ કે તે અંતિમ ટેસ્ટ માટે બ્રિસ્બેન નથી જવા માંગતી, સિડનીમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને ક્વિન્સલેન્ડ રાજ્યએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે સિડનીથી બ્રિસ્બેન આવનારાઓને કઠીને કોરોના પ્રૉટોકૉલ્સનુ પાલન કરવુ પડશે.
હોકલેએ એક નિવેદન આપીને કહ્યું કે, અમે ક્વિન્સલેન્ડ સ્વાસ્થ્ય વિભાગ સાથે કામ કરી રહ્યાં છીએ, અમે ઇચ્છીએ છીએ કે ચોથી ટેસ્ટ માટે મજબૂત બાયૉસિક્યૂરિટી પ્લાન તૈયાર કરવામાં આવે, અમે ખેલાડીઓ અને હિતધારકોની સુરક્ષા માટે સચેત છીએ, જે ખાસ કરીને મેચ સાથે જોડાયેલા છે.
સાવચેતીના ભાગરૂપે ક્વિન્સલેન્ડ રાજ્યએ પોતાની સીમાઓ બંધ કરી દીધી હતી, પરંતુ તે હાર્ડ કોરોના પ્રૉટૉકોલ્સની વચ્ચે ભારતીય ટીમના સ્વાગત માટે તૈયાર હતી. ખાસ વાત છે કે બ્રિસ્બેનમાં કોરોનાનો નવો સ્ટ્રેન સામે આવ્યો હતો, અને આને ધ્યાનમાં રાખતા ત્યાં પુરેપુરુ લૉકડાઉન લગાવી દેવામાં આવ્યુ હતુ. ત્રણ દિવસ બાદ આ લૉકડાઉન આજે રાત્રે સમાપ્ત થઇ રહ્યું છે, સાથે કોરોનાના કેસો પણ ઓછા થયા છે. જેથી હવે બ્રિસ્બેનમાં રમાનારી ચોથી ટેસ્ટ પરથી સંકટના વાદળો હટી ગયા છે, અને પૂર્વનિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એટલે કે આગામી 15 થી 19 જાન્યુઆરીએ જ ટેસ્ટ મેચ રમાશે.