IND vs AUS Final: આ દિવસોમાં ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકોના જીવ ગયા છે અને આ સિલસિલો હજુ પણ ચાલુ છે. દરમિયાન, ભારતમાં રમાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં પોલીસે એક પેલેસ્ટાઈન સમર્થકની ધરપકડ કરી છે. આ સમર્થક મેદાન વચ્ચે દોડી આવ્યો હતો.         






હકીકતમાં, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ICC વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ત્યારે અરાજકતાનો માહોલ સર્જાયો હતો જ્યારે એક પેલેસ્ટાઈન સમર્થક સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસ્યો હતો. જોકે પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું ?


ભારતની ધીમી બેટિંગ, કોહલી-રાહુલ ક્રિઝ પર



રોહિત શર્માના આઉટ થયા બાદ ભારતના રનની ગતિમાં ભારે ઘટાડો થયો છે. લગભગ 14 ઓવર સુધી કોઈ બાઉન્ડ્રી નથી. 24 ઓવર પછી ટીમ ઈન્ડિયાનો સ્કૉર 3 વિકેટે 128 રન છે. કેએલ રાહુલ 52 બોલમાં 24 અને વિરાટ કોહલી 51 બોલમાં 47 રન બનાવીને રમી રહ્યો છે.


ફાઈનલ માટે ભારતની પ્લેઈંગ ઈલેવન



રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.


ફાઈનલ માટે ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન



ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા, જોશ હેઝલવુડ.


ભારત સામેની ફાઈનલ મેચ માટે ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.