બોર્ડર-ગવાસ્કર ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ દિલ્હીમાં રમાઇ રહી છે. દિલ્હી ટેસ્ટમાં બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટ ગુમાવીને 61 રન બનાવ્યા છે અને તે ભારત કરતા 62 રન આગળ છે. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડ 39 અને માર્નસ લાબુશેન 16 રન બનાવીને રમી રહ્યા છે. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ ઝડપી રન બનાવ્યા હતા.  મેચના ત્રીજા દિવસે કાંગારૂ ટીમ મોટો સ્કોર કરવા ઈચ્છશે. જો ભારતની સામે 200 રનનો ટાર્ગેટ છે તો ટીમ ઈન્ડિયાને ચોથી ઈનિંગમાં તેને હાંસલ કરવામાં મુશ્કેલી પડી શકે છે.






ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં ઉસ્માન ખ્વાજા (81) અને પીટર હેન્ડ્સકોમ્બ (72)ની મદદથી 263 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમીએ ચાર અને અશ્વિન-જાડેજાએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. અક્ષર પટેલે 74 અને વિરાટે 44 રન બનાવ્યા હતા.






અક્ષર અને અશ્વિને સદીની ભાગીદારી કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયોને પાંચ, ટોડ મર્ફી અને કુહનેમેને બે-બે વિકેટ ઝડપી હતી. પ્રથમ દાવના આધારે ઓસ્ટ્રેલિયાને એક રનની લીડ મળી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં એક વિકેટે 61 રન બનાવી લીધા છે અને કુલ લીડ 62 રનની થઈ ગઈ છે.










ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દિલ્હીમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચમાં મોટો વિવાદ થયો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને જે રીતે આઉટ કરવામાં આવ્યો તેના પર સવાલો ઉઠી રહ્યા છે. માત્ર ચાહકો જ નહીં પરંતુ વિરાટ કોહલી અને ટીમ ઈન્ડિયાનું મેનેજમેન્ટ પણ આ વિકેટને લઈને અસહમત લાગી રહ્યું છે