ચહલે આ મેચમાં 10 ઓવરમાં 89 રન આપ્યા, અને માર્કેસ સ્ટૉઇનિસની વિકેટ પણ લીધી. વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ચહલ ભારત તરફથી સૌથી વધુ રન આપનારો સ્પિનર બની ગયો છે. ચહલે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ગયા વર્ષે ચહલે ઇંગ્લેન્ડ વિરુદ્ધ વર્લ્ડકપ 2019માં પોતાની 10 ઓવરમાં 88 રન આપ્યા હતા. આમ ચહલની ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ બરાબરની ધૂલાઇ કરી છે.
ચહલ બાદ સૌથી વધુ રન આપવાના લિસ્ટમાં પિયુષ ચાવલાનુ નામ આવે છે. જેને વર્ષ 2008માં પાકિસ્તાન વિરુદ્ધ રમતા 10 ઓવરમાં 85 રન આપ્યા હતા. ચહલે ગયા વર્ષે પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમતા વિના વિકેટ 10 ઓવરમાં 80 રન આપ્યા હતા.
ત્રણ મેચોની વનડે સીરીઝમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરની રમત રમીને 6 વિકેટ ગુમાવીને 374 રન બનાવ્યા છે. આ સાથે ભારતને પ્રથમ વનેડમાં જીતવા માટે 375 રનનો ટાર્ગેટ મળ્યો છે. કાંગારુ ટીમ તરફથી કેપ્ટન ફિન્ચ અને સ્મિથે આક્રમક સદીઓ ફટકારી હતી.