નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની અંતિમ ટેસ્ટ મેચ ગાબા ઇન્ટરનેશનલ મેદાન પર રમાઇ રહી છે. ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એવો જંગ જામ્યો કે પાંચમો દિવસ બન્ને માટે નિર્ણયાક બની ગયો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે પાંચ વિકેટ ઝડપીને ભારતને ફરી એકવાર ફ્રન્ટફૂટ પર લાવી દીધુ. હવે પાંચમા દિવસની રમત ભારત માટે મહત્વની બની ગઇ છે.


ચોથા દિવસનો ખેલ ખતમ થયો ત્યારે ભારતે વિના વિકેટે ચાર રન બનાવી લીધા છે. હવે પાંચમા દિવસે ભારતને જીત માટે 324 રન બનાવવાના પડશે. જોકે વરસાદના કારણે દિવસની રમત જલ્દી પુરી કરી દેવામાં આવી હતી.

ગાબા મેદાન પરનાં આંકકા ચોંકવનારા છે. આ મેદાન પર હજુ સુધી 250 રનોનો ટાર્ગેટ કોઇ ચેઝ નથી કરી શક્યુ. 1951માં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ અહીં 236 રનોના ટાર્ગેટને ચેઝ કર્યુ હતુ. જે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવાના મામલામાં સર્વાધિક સ્કૉર છે. આ પછી કોઇપણ ટીમ અહીં ચોથી ઇનિંગમાં 250થી વધુ રન નથી બનાવી શકી.

ગાબા મેદાન પરના આંકડાઓનુ માનીએ તો ભારત માટે પાંચમો દિવસ પડકારરૂપ સાબિત થઇ શકે છે. કેમકે આટલો માટો સ્કૉર ચેઝ કરવા ભારત માટે આસાન નહીં રહે. તો વળી બીજીબાજુ વરસાદ વિલન બને તો મેચ ડ્રૉ થઇ શકે છે.