IND v AUS 4th Test: ભારતની બીજી ઈનિંગ કેમ 11 બોલ બાદ રહી બંધ, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Jan 2021 12:29 PM (IST)
હાલ ચાર મેચની સીરિઝ 1-1થી બરાબર છે. જે ટીમ આ મેચ જીતશે સીરિઝ તેના નામે થશે.
(તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
બ્રિસ્બેનઃ ઓસ્ટ્રેલિયાએ ચોથી ટેસ્ટ જીતવા ભારતને આપેલા 328 રનના લક્ષ્યાંકને પીછો કરતાં ભારતે 1.5 ઓવરમાં વિના વિકેટે 4 રન બનાવી લીધા હતા. આ દરમિયાન ફરી વરસાદ પડતાં મેચ અટકાવવામાં આવી હતી. ભારતીય સમય પ્રમાણે જો બપોરે 1 કલાક સુધીમાં મેચ શરૂ નહીં થાય તો આજના દિવસની રમત પૂરી થયેલી જાહેર કરાશે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી અને અંતિમ ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયા બીજી ઈનિંગમાં 294 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ભારતને મેચ જીતવા 328 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 73 રનમાં 5 અને શાર્દુલ ઠાકુરે 61 રનમાં 4 વિકેટ ઝડપી હતી. ત્રીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 336 રન બનાવી ઓલઆઉટ થયું હતું. જેના કારણે ઓસ્ટ્રેલિયાને 33 રનની લીડ મળી હતી. ભારત તરફથી ડેબ્યૂમેને શાર્દુલ ઠાકુરે સર્વાધિક 67 રન બનાવ્યા હતા. બીજા ડેબ્યૂમેનવ વોશિંગ્ટન સુંદર 62 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય રોહિત શર્માએ 44 રન, પુજારાએ 25 રન, રહાણેએ 37 રન, મયંક અગ્રવાલે 38 રન, પંતે 23 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવુડે 5 વિકેટ ઝડપી હતી. સ્ટાર્ક અને કમિંસને 2-2 સફળતા મળી હતી. ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે યજમાન ટીમ પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. માર્નસ લાબુશાનેએ 108 રન, કેપ્ટન પેનીએ 50 રન, કેમરૂન ગ્રીને 47 રન, મેથ્યુ વેડે 45 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી ત્રણેય ડેબ્યૂમેન ટી નટરાજન, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરને 3-3 સફળતા મળી હતી. મોહમ્મદ સિરાજને 1 વિકેટ મળી હતી. ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાં ચાર ફેરફાર કરાયા હતા. હનુમા વિહારી, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન ઈજાને કારણે મેચ નથી રમી રહ્યા. તેમના સ્થાને શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન, વી. સુંદર અને મયંક અગ્રવાલ રમી રહ્યા છે, જે પૈકી ઠાકુર, નટરાજન, સુંદર ડેબ્યૂ કર્યુ હતું. ભારતીય ટીમઃ રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે મયંક અગ્રવાલ, રિષભ પંત, વોશિંગ્ટન સુંદર, શાર્દૂલ ઠાકુર, નવદીપ સૈની, મોહમ્મદ સિરાજ અને ટી. નટરાજન ઓસ્ટ્રેલિયાની ટીમ: ડેવિડ વોર્નર, માર્કસ હેરિસ, માર્નસ લબુશેન, સ્ટીવ સ્મિથ, મેથ્યુ વેડ, કેમરુન ગ્રીન, ટિમ પેની, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, નેથન લાયન અને જોશ હેઝલવુડ