IND vs AUS Full Match Highlights: ઓસ્ટ્રેલિયાના બોલરોની તોફાની શરૂઆત બાદ વિરાટ કોહલી અને કેએલ રાહુલે શાનદાર ઇનિંગ્સ રમી અને વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત અપાવી. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. આ પછી કિંગ કોહલીએ 85 રનની અણનમ ઈનિંગ રમી અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાને જીત અપાવી.




જ્યારે ભારતે માત્ર બે રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ઓસ્ટ્રેલિયન ટીમ ઓછા સ્કોરિંગ મેચમાં મેચનો પલટો ફેરવી દેશે, પરંતુ વિરાટ કોહલી અને કેએલ રાહુલે હાર ન માની અને  ઓસ્ટ્રેલિયાના બોલરોના બોલનો સામનો કર્યો. બંનેએ ચોથી વિકેટ માટે 165 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. 
 
ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાંચમી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે હરાવ્યું છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલ ભારતની જીતના હીરો રહ્યા હતા. 200 રનનો બચાવ કરતી વખતે ઓસ્ટ્રેલિયાએ માત્ર બે રનમાં ભારતની ત્રણ વિકેટ પાડી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયન બોલરો સામે શરણાગતિ સ્વીકારશે, પરંતુ કોહલી અને રાહુલે પોતાની શાનદાર બેટિંગથી મેચને  પલટી દીધી. 


કોહલીએ 116 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે કેએલ રાહુલ 97 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. રાહુલે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે હાર્દિક પંડ્યા 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. 


ભારતીય ટીમે પ્રથમ 2 ઓવરમાં 2 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ત્રણેય સ્ટાર ખેલાડીઓ શૂન્ય પર આઉટ થયા હતા. આ પછી વિરાટ કોહલી અને કેએલ રાહુલે કમાન સંભાળી અને કાંગારૂ ટીમને હાર આપી હતી. 


પ્રથમ ત્રણ વિકેટ માત્ર 2 રનમાં પડી ગયા બાદ ચાહકોને લાગ્યું કે ભારતીય ટીમ માટે આ મેચ જીતવી આસાન નહીં હોય. ઓસ્ટ્રેલિયાની જીતની શક્યતાઓ ઘણી વધારે હતી. આવી સ્થિતિમાં કોહલીએ 116 બોલમાં 85 રનની ઇનિંગ રમીને કાંગારૂ ટીમના જડબામાંથી જીત છીનવી લીધી હતી અને રાહુલે 115 બોલમાં 97 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંનેની ઇનિંગ્સના આધારે ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 41.2 ઓવરમાં 201 રન બનાવીને મેચ જીતી લીધી હતી.


મેચમાં કોહલી અને રાહુલે પાંચમી વિકેટ માટે 165 રનની શાનદાર ભાગીદારી કરી હતી. બંનેએ આખી ઇનિંગ દરમિયાન સાવધાની સાથે બેટિંગ કરી હતી. આ દરમિયાન તેને જ્યારે પણ તક મળી ત્યારે તેણે ઝડપથી રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઝડપી બોલર જોશ હેઝલવુડે 3 અને મિચેલ સ્ટાર્કે 1 વિકેટ ઝડપી હતી.