IND vs AUS: ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોર્ડર-ગાવસકર સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ચાલી રહી છે. જ્યાં ભારતીય ક્રિકેટ ટીમ સંકટમાં જોવા મળી રહી છે. ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે બેટિંગ દરમિયાન ભારતના બે ખેલાડી ઇજાગ્રસ્ત થાય છે. બેટિંગ દરમિયાન ઘાયલ થયેર રવિન્દ્ર જાડેજાને સ્કેન માટે મોકલવામાં આવ્યા છે. આ પહેલા ભારતીય વિકેટકીપર અને બેટ્સમેન રિષપ પંતને ઇજાને કારણે સ્કેન માટે મોકલવામાં આવ્યા હતા.


હાલમાં ત્રીજી ટેસ્ટ મેચમાં જાડેડાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે પ્રથમ ઇનિંગમાં અણનમ 28 રન બનાવ્યા હતા. તેણે ઝડપથી રમતા 27 બોલમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરતાં જાડેજાએ સૌથી વધારે ચાર વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઇનિંગમાં 18 ઓવરમાં 62 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

હાલમાં ઇજાને કારણે સ્કેન માટે જાડેજાને મોકલવામાં આવતા બોલિંગ માટે ઉપલબ્ધ નથી. જાડેજા બીજી ઇનિંગમાં બેટિંગ કરશે કે નહીં તે કહી ન શકાય. રિષપ પંત પણ બીજી ઇનિંગમાં બેટિંગ કરશે કે નહીં તે પણ નક્કી નથી.