India vs Australia Semifinal: ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ સેમિફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓસ્ટ્રેલિયાની ટીમમાં મેટ શોર્ટના સ્થાને કૂપર કોનોલી અને સ્પેન્સર જોન્સનના સ્થાને તનવીર સંઘાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ ODI વર્લ્ડ કપ 2023 બાદ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયા સાથે ODI મેચ રમી રહી છે.






ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા 


ભારતના દિગ્ગજ ક્રિકેટર પદમાકર શિવાલકરનું નિધન થયું હતું. આ કારણથી ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચમાં ભારતીય ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને આવ્યા હતા. આમ કરીને ભારતીય ખેલાડીઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 


 


ભારતની પ્લેઈંગ ઈલેવન 


ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.


ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન


ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: કૂપર કોનલી, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લિસ (વિકેટ-કીપર), એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, બેન ડ્વાર્શિસ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.


ભારત-ઓસ્ટ્રેલિયાનો હેડ-ટૂ-હેડ રેકોર્ડ શું છે ? 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ વનડે મેચ રમાઈ છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે, જ્યારે ભારતે ૫૭ મેચ જીતી છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ODI ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયા ભારતીય ટીમ સામે ટોચ પર રહ્યું છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાનો દબદબો રહ્યો છે. અત્યાર સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં બે વાર આમને-સામને થયા છે. ભારતીય ટીમે બંને વખત ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. વળી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની એક મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. 


IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યા બે મોટા ફેરફાર, જુઓ ભારતીય ટીમ