Nagpur Test: નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની એકદમ ખરાબ સ્થિતિ જોવા મળી, અહીં ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ ઓસ્ટ્રેલિયા એવી સ્થિતિમાં મુકાઇ ગઇ કે દુનિયાના ક્રિકેટ ફેન્સ અને એક્સર્ટ્સ તેમની પર હંસવા લાગ્યા હતા.
ખરેખરમાં, ભારતીય ટીમની સામે રમાયેલી પ્રથમ નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર બે કલાકની અંદર ઓલઆઉટ થઇ ગઇ હતી, અને બાદમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. કાંગારુ બેટ્સમેનો બે કલાક પણ પીચ પર ના ટકી શક્યા, અને બીજી ઇનિંગમાં માત્ર 91 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ. જાણો નાગપુર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમના હારનો પાંચ મોટા કારણે....
1. ટર્નિંગ પૉઇન્ટ વિકેટ -
નાગપુરની પીચ સ્પીનર્સને મદદરૂપ સાબિત થઇ. અહીં પહેલા જ દિવસે બૉલ ટર્ન થઇ રહ્યો હતો. જેના કારણે જાડેજાએ કેર વર્તાવ્યો, અને બીજી ઇનિંગમાં અશ્વિને ઓસ્ટ્રેલિયન બેટ્સમેનેને પેવેલિયન મોકલ્યા. ખાસ વાત છે કે, ભારતીય ઉપમહાદ્વીપ ઉપરાંત ક્યાંય પણ આવી ટ્રેક વાળી પીચો નથી મળતી, અને ઓસ્ટ્રેલિયા આવી પીચો પર રમવા માટે ટેવાયેલી નથી.
2. ડાબોડી બેટ્સમેનો થયા વધારે મુશ્કેલ -
નાગપુર પીચમાં ડાબોડી બેટ્સમેનોના ઓફ સ્ટમ્પની સામેવાળો ભાગ સુકો રાખવામાં આવ્યો હતો. આનાથી ડાબોડી બેટ્સમેનોને થોડી મુશ્કેલી પડી. અહીં જમણેરી બેટ્સમેનો જ પીચ પર સૌથી વધુ ટકી શક્યા, બાકીના બેટ્સમેને જલદી જલદી આઉટ થઇ ગયા. ઓસ્ટ્રેલિયાના ટૉપ પાંચમાંથી ત્રણ બેટ્સમેન ડાબોડી છે.
3. પેટ કમિન્સ -
નાગપુરની પીચ પર પેટ કમિન્સે ત્રણ વિશેષણ સ્પિનર રમાડવાની જરૂર હતી. અહીં અહીં ઓસ્ટ્રેલિયાએ માત્ર બે જ સ્પીનર્સ ઉતાર્યા હતા. અહીં એશ્ટનની કમી વર્તાઇ. આ ટેસ્ટમાં પડેલી 30 વિકેટોમાંથી 24 વિકેટો સ્પીનર્સ જ લીધી, જ્યારે ભારતે અહીં ત્રણ સ્પીનર્સ ઉતાર્યા હતા.
4. નાથન લિયૉન ના ચાલ્યો -
ઓસ્ટ્રેલિયાએ નાગપુર ટેસ્ટમાં બે સ્પીનર્સ ઉતાર્યા હતા, નાથન લિયૉન અને ટૉડ મર્ફી, જોકે, ટૉડ મર્ફીએ પહેલી ઇનિંગમાં 7 વિકેટો ઝડપી, પરંતુ તેના સિવાય નાથન લિયૉન ના ચાલ્યો. તે સ્પીન ટ્રેક પર પુરેપુરી રીતે ફ્લૉપ દેખાયો, માત્ર એક જ વિકેટ હાંસલ કરી શક્યો.
5. દબાણ ના ઝીલી શક્યા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો -
ભારતીય ટીમ તરફથી જ્યારે પહેલી ઇનિંગ પર 223 રનોનો વિશાળ લીડ મળી, તો ઓસ્ટ્રેલિયન બેટ્સમેને દબાણમાં આવી ગયા, તે દબાણ ના ઝીલી શક્યા. આ કારણે આખી ટીમે માત્ર બે કલાકની અંદર જ ઓલઆઉટ થઇ ગઇ.