IND vs AUS Match Preview: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે (28 નવેમ્બર) પાંચ મેચની ટી-20 શ્રેણીની નિર્ણાયક મેચ રમાશે. આ સીરિઝની માત્ર ત્રીજી મેચ હશે પરંતુ તે નિર્ણાયક હશે કારણ કે આજની મેચ નક્કી કરી શકે છે કે ટ્રોફી કોણ જીતશે.

Continues below advertisement


વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજની મેચમાં પણ જીત મેળવી લેશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. ભારતીય ટીમ અજેય લીડ લેવાના ઉદ્દેશ્ય સાથે જ અહીં મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ 'કરો યા મરો'ની મેચ રહેશે.


ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં ભારતીય ટીમને સારી લડત આપી હતી પરંતુ તે જીતી શકી નહોતી. આજે યોજાનારી ત્રીજી મેચમાં તે જીત અને હારના આ નાના અંતરને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.


ગુવાહાટીમાં રમાશે મેચ


આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આજે સાંજે 7 વાગ્યે શરૂ થશે. આ મેદાન પર અત્યાર સુધી માત્ર બે મેચ જ રમાઇ છે. એક મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમ 120 રન પણ કરી શકી ન હતી. બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમે 225 કરતા વધુ રન બનાવ્યા હતા. આવી સ્થિતિમાં પિચના સ્વભાવનું મૂલ્યાંકન કરવું શક્ય નથી. આ પહેલા પણ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો આ મેદાન પર ટી-20 મેચમાં ટકરાયા છે. 2017માં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.


શું મંગળવારે ગુવાહાટીમાં વરસાદ પડશે ?


જોકે, ક્રિકેટ ચાહકો માટે એક સારા સમાચાર છે. AccuWeather અનુસાર, મંગળવારે ગુવાહાટીમાં આકાશ સ્વચ્છ રહેશે. એટલે કે વરસાદની કોઈ શક્યતા નથી. આ સિવાય મંગળવારે સાંજે 7 વાગ્યાની આસપાસ તાપમાન 21 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.  ગુવાહાટીમાં રાત્રે 10.30 વાગ્યે તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.  ચાહકો માટે સારા સમાચાર છે કે ત્રીજી ભારત-ઓસ્ટ્રેલિયા મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી


બંને ટીમોની સંભવિત પ્લેઈંગ-11


ઓસ્ટ્રેલિયા


ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, જોશ ઈંગ્લિસ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ વેડ (વિકેટકીપર અને કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ/સીન એબોટ, નાથન એલિસ, એડમ ઝમ્પા, તનવીર સંઘા.


ભારત


યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણા