David Warner: ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની અંતિમ વનડે આજે એટલે કે 22 માર્ચે ચેન્નાઇમાં રમાશે. હાલમાં બન્ને ટીમોની વચ્ચે સીરીઝ 1-1 ની બરાબરી પર છે. ભારતીય ટીમે પહેલી વનડેમાં જીત મેળવીને સીરીઝ પર લીડ બનાવી હતી, તો બાદમાં બીજી વનડેમાં કાંગારુઓએ વાપસી કરતાં જીત સાથે સીરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. હવે આ સીરીઝની નિર્ણાયક મેચ આજે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
શું ભારત વિરુદ્ધ આજની ચેન્નાઇ વનડેમાં રમશે ડેવિડ વૉર્નર ?
હાલમાં, ભારત વિરુદ્ધ પહેલી બન્ને વનડે મેચોમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વૉર્નર ટીમનો ભાગ ન હતો, પરંતુ શું ચેન્નાઇ વનડેમાં ડેવિડ વૉર્નર રમશે ? ડેવિડ વૉર્નરની ગેરહાજરીમાં ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ ઓપનિંગ ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યાં છે. ખાસ કરીને મિશેલ માર્શે પોતાની બેટિંગથી ખુબ પ્રભાવિત કર્યા છે. આ ઓલરાઉન્ડરે બન્ને વનડેમાં પચાસ રનોનો આંકડો પાર કર્યો છે. પણ જો વૉર્નરની વાપસી થાય છે, તો કયા ખેલાડીને બહાર બેસવું પડશે ?
તો અંતિમ વનડેમાં નહીં રમે ડેવિડ વૉર્નર ?
એવુ માનવામાં આવી રહ્યું છે કે, ડેવિડ વૉર્નર ભારત વિરુદ્ધ સીરીઝની અંતિમ વનડે મેચમાં નહીં રમે, આની પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયાના બન્ને ઓપનરો એટલે કે ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ શાનદાર બેટિંગ કરી રહ્યાં છે. આ કારણે સંભવતઃ ડેવિડ વૉર્નર ચેન્નાઇ વનડે મેચમાં નહીં રમે. આ ઉપરાંત ડેવિડ વૉર્નર આગામી આઇપીએલ અને એશીઝ ટ્રૉફી માટે ખુદને તરોતાજા કરવા માંગશે. ખરેખરમાં, આઇપીએલ 2023નો આરંભ 31 માર્ચથી થઇ રહ્યો છે. વળી, ડેવિડ વૉર્નર દિલ્હી કેપિટલ્સ ટીમનો ભાગ છે.
વનડે સીરીઝ માટેની ભારતની ફૂલ સ્ક્વૉડ
ઇશાન કિશન, શુભમન ગીલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુજવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક, મોહમ્મદ સિરાજ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, વૉશિંગટન સુંદર, મોહમ્મદ શમી, જયદેવ ઉનડકટ.
વનડે સીરીઝ માટેની ઓસ્ટ્રેલિયાની ફૂલ સ્ક્વૉડ
ડેવિડ વૉર્નર, કેમરૂન ગ્રીન, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટૉઇનિસ, જૉસ ઇંગ્લિસ, મિશેલ માર્શ, એશ્ટન એગર, એડમ જામ્પા, નાથન એલિસ, સીન એબૉટ, માર્નસ લાબુશાને, એલેક્સ કેરી.