નવી દિલ્હીઃ બેગ્લુંરુ વનડે હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે પ્રેસ કૉન્ફરન્સમાં ભારતીય ટીમને ખુબ પ્રસંશા કરી. તેમને કહ્યું કે, ભારતીય ટીમ એક શાનદાર ટીમ છે. સાથે ટીમ ઇન્ડિયાને બે ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માની પણ પ્રસંશા કરી હતી.

મેચ અને સીરીઝ હાર્યા બાદ એરોન ફિન્ચે કહ્યું કે, - ટીમ ઇન્ડિયા પાસે શાનદાર મિડલ ઓર્ડર છે, આખી ટીમ શાનદાર છે. ભારત પાસે વિરાટ છે જે વનડેનો ઓલટાઇમ મહાન ખેલાડી છે, તેમની પાસે રોહિત શર્મા છે જે ટૉપ 5 વનડે ઇનિંગમાં સામેલ છે, રોહિત અદભૂત ખેલાડી છે.



ભારતીય લાઇનઅપમાં અનુભવી ખેલાડીઓએ શાનદાર રમત બતાવી, ખરેખરમાં ટીમ ઇન્ડિયા દુનિયાની એક શાનદાર ટીમ છે. અમે હાર્યા તેનુ અમને થોડુક દુઃખ પણ છે.

ઉલ્લેખનીય છે કે, ત્રણ વનડે મેચોની સીરીઝમાં પ્રથમ મેચ હાર્યા બાદ ભારતે વળતો પ્રહાર કર્યો, ઓસ્ટ્રેલિયા સામે બીજી અને ત્રીજી બન્ને વનડે જીતીને સીરીઝ 2-1થી કબજે કરી લીધી હતી.