જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે સિરાજ અને સુંદર બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યા હતા, ત્યારે કેટલાક દર્શકોએ જોર-જોરથી તેમને ગાળો આપી રહ્યા હતા. આ સતત બીજી વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયાના દર્શકોએ ભારતીય ખેલાડીઓને અપશબ્દો કહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા સિડનીમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં દર્શકોએ મોહમ્મદ સિરાજ અને જસપ્રીત બુમરાહ પર નસ્લીય ટિપ્પણી કરી હતી. આ બંનેએ તેની ફરિયાદ અમ્પાયર પાસે કરી હતી. બાદમાં બીજી ઈનિંગમાં પણ દર્શકોએ સિરાજને અપશબ્દો કહ્યા હતા, બાદમાં આશરે 10 મિનિટ રમત રોકવી પડી હતી. બાદમાં આશરે છ દર્શકોને સ્ટેડિયમની બહાર કાઢવામાં આવ્યા હતા.
ભારતીય ખેલાડીઓ સાથે થયેલા ખરાબ વર્તનની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માફી માંગી હતી. આ સાથે જ ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ટિમ પેનએ પણ આ ઘટનાને શરમજનક ગણાવી હતી. આઈસીસીએ પણ તેને લઈ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની નિંદા કરી હતી.