IND vs AUS 1st T20I: ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટથી હરાવ્યું, ગ્રીન અને વેડે કરી તોફાની બેટિંગ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી આજથી શરૂ થઈ છે.

gujarati.abplive.com Last Updated: 20 Sep 2022 10:36 PM
ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી

19.2 ઓવર પર ઓસ્ટ્રેલિયાએ ભારતને આપેલા 209 રનના ટાર્ગેટને મેળવી લીધો હતો. આ દરમિયાન મેથ્યુ વેડે શાનદાર 45 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ સાથે કેમરોન ગ્રીને પણ 61 રનનું યોગદાન આપ્યું હતું. ભારત તરફથી અક્ષર પટેલે 3, ઉમેશ યાદવે 2 અને ચહલે 1 વિકેટ ઝડપી હતી.

સ્ટીવ સ્મિથ આઉટ

ભારતને ત્રીજી મોટી સફળતા મળી છે. સ્ટીવ સ્મિથ ઉમેશ યાદવના બોલ પર 35 રન બનાવી આઉટ થયો છે. હાલ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 11.3 ઓવરના અંતે 122 રન પર 3 વિકેટ છે.

ભારતને મળી પહેલી સફળતા

એરોન ફીંચ 22 રને આઉટ થયો છે. ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરના અંતે એક વિકેટે 90 રન બનાવી લીધી છે.

ઓસ્ટ્રેલિયાની ધમાકેદાર શરૂઆત


ઓસ્ટ્રેલિયાએ બીજા દાવમાં ધમાકેદાર શરૂઆત કરી છે. ત્રણ ઓવરમાં વિના વિકેટે 38 રન બનાવી લીધા છે.

ભારતે 209 રનનો ટાર્ગેટ આપ્યો

હાર્દિક પંડ્યાની શાનદાર 71 રનની અણનમ ઈનિંગથી ભારતે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને કુલ 208 રન બનાવ્યા છે. હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 71 રનની શાનદાર ઈનિંગ રમી છે.

18 ઓવરના અંતે સ્કોર

18 ઓવરના અંતે ભારતનો સ્કોર 176 રન પર 5 વિકેટ છે. હાલ હાર્દિક પંડ્યા 46 રન અને દિનેશ કાર્તિક 6 રન સાથે રમતમાં છે.

સુર્યકુમાર આઉટ

સુર્યકુમાર યાદવ 46 રન બનાવી આઉટ થયો છે. હાલ હાર્દિક પંડ્યા 13 અને અક્ષર પટેલ રમતમાં છે. 14 ઓવરના અંતે ભારતનો સ્કોર 131 રન પર 4 વિકેટ છે.

કેએલ રાહુલ આઉટ થયો

ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ 55 રન બનાવીને આઉટ થયો છે. હાલ 12 ઓવરના અંતે ટીમનો સ્કોર 103 રન પર 3 વિકેટ છે. 

10 ઓવરના અંતે સ્કોર

સુર્યકુમાર યાદવ અને કેએલ રાહુલે ભારતની રમતમાં શાનદાર વાપસી કરાવી છે. 10 ઓવરના અંતે ભારતનો સ્કોર 86 રન પર 2 વિકેટ છે. સુર્યકુમાર 23 અને રાહુલ 47 રન સાથે રમતમાં છે.

ભારતની બે વિકેટ પડી

ભારતની શરુઆત ખરાબ રહી છે અને 5મી ઓવર સુધીમાં બે વિકેટ પડી ગઈ છે. રોહિત શર્મા 11 રન અને વિરાટ કોહલી 2 રન બનાવીને સસ્તામાં આઉટ થઈ ગયા છે. હાલ કેએલ રાહુલ અને સુર્યકુમાર યાદવ રમતમાં છે. ભારતનો સ્કોર 46 રન પર 2 વિકેટ છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ.

ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11

આજની મેચ માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11 આ પ્રમાણે છે - એરોન ફિન્ચ, જોશ ઇંગ્લિસ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ, કેમેરોન ગ્રીન, નાથન એલિસ, પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો

આજની મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો હતો અને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું છે. 

બ્રેકગ્રાઉન્ડ

IND vs AUS, 1st T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી આજથી શરૂ થઈ રહી છે. આગામી ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખી આ સીરિઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા અહીં તેનું પરફેક્ટ પ્લેઈંગ-11 કોમ્બિનેશન શોધવાનો પ્રયાસ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પણ પોતાના વર્લ્ડ કપના ટાઈટલને બચાવવા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવાનું પસંદ કરશે. બંને ટીમો વચ્ચેની મેચ આજે સાંજે 7.00 કલાકે મોહાલીમાં શરૂ થશે.


કેવો છે બંને ટીમનો રેકોર્ડ


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 23 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે. તેમાં ભારતનો હાથ ઉપર છે. ભારતે 13 મેચ જીતી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ 9 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત છે. બંને ટીમો છેલ્લે ડિસેમ્બર 2020 માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાઈ હતી, જ્યાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 12 રને હરાવ્યું હતું, જોકે મેચનો ભાગ હતી તે શ્રેણી ટીમ ઈન્ડિયાએ 2-1થી જીતી હતી.


આજે પિચ અને હવામાનની સ્થિતિ કેવી રહેશે?








- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.