IND vs AUS, Rohit Sharma Captaincy:  મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું હતું. મોહાલીની આ રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ શાનદાર બેટિંગ કરતા 209 રનનો મોટો લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે કેમરોન ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. તે જ સમયે, મેચના અંતે, મેથ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી અને આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.


ગ્રીન અને વેડે તોફાની ઇનિંગ્સ રમી


209 રનના મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેને પહેલો ફટકો કેપ્ટન એરોન ફિન્ચ (11)ના રૂપમાં લાગ્યો હતો. તે જ સમયે કેમેરોન ગ્રીન અને સ્ટીવ સ્મિથે ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સને સંભાળી અને ટીમના સ્કોરને 100થી આગળ લઈ ગયા. તે જ સમયે, આ મેચમાં કેમરન ગ્રીને 30 બોલમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ગ્રીન ઉપરાંત વિકેટ કીપર બેટ્સમેન મેથ્યુ વેડે 21 બોલમાં 6 ચોગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 45 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ બંને બેટ્સમેનોના શાનદાર પ્રદર્શનના કારણે ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્યાંક 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 3, ઉમેશ યાદવે 2 અને ચહલે 1 વિકેટ ઝડપી હતી.


રોહિત શર્માની આ ભૂલ પડી રહી છે ભારે


રોહિત શર્માની ખરાબ કેપ્ટનશિપની ભૂલ ભારતને ભારે પડી રહી છે. એશિયાકપ બાદ ઓસ્ટ્રેલિયા સામે રોહિતે 19મી ઓવર ભુવનેશ્વર પાસે નંખાવવાનો ફેંસલો કર્યો હતો. જે ત્રણેય મેચમાં ભારતનો કારમો પરાજય થયો છે. એશિયાકપ સામે પાકિસ્તાન અને શ્રીલંકા સામે સુપર ફોરમાં 19મી ઓવર ભુવનેશ્વરે નાંખી હતી. બંને મેચમાં વિરોધી ટીમે 15 થી 20 રન લીધા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની 19મી ઓવરમાં પણ ભુવનેશ્વરે 14 રન આપ્યા હતા. જો રોહિત શર્મા તેની આ ભૂલમાંથી બોધપાઠ નહીં લે તો ભારતે T20 વર્લ્ડકપમાં પણ માઠું પરિણામ ભોગવવું પડશે.


ભારતે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો


મોહાલીના પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાયેલી પ્રથમ ટી-20માં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા ઓસ્ટ્રેલિયાને 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કેએલ રાહુલે 55 રન બનાવ્યા હતા. આ સાથે જ હાર્દિક પંડ્યાએ 30 બોલમાં અણનમ 71 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. હાર્દિકે છેલ્લા ત્રણ બોલમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી. જોકે, હાર્દિકની આ ઇનિંગ ભારતીય ટીમને જીતાડી શકી ન હતી અને ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી.


આ પણ વાંચો...


કોણ છે 22 વર્ષનો Tristan Stubbs? જેના પર સાઉથ આફ્રિકા T20 ઓક્શનમાં થયો રૂપિયાનો વરસાદ