કેપટાઉનઃ Tristan Stubbs સાઉથ આફ્રિકા T20 લીગની હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. હરાજીમાં આ પ્રતિભાશાળી ખેલાડીને ખરીદવા માટે સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ અને MI કેપ ટાઉન ફ્રેન્ચાઈઝી વચ્ચે સ્પર્ધા જોવા મળી હતી. જોકે, અંતમાં આ ખેલાડીને સનરાઈઝર્સ ઈસ્ટર્ને ખરીદ્યો હતો. Tristan આ ટુર્નામેન્ટની પ્રથમ સિઝનમાં સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ માટે રમતા જોવા મળશે.
રાઇટ હેન્ડ બેટ્સમેન Tristanને સનરાઇઝર્સ ઇસ્ટર્ન કેપ દ્વારા 9.2 મિલિયન રેન્ડ (આશરે રૂ. 4.1 કરોડ)માં ખરીદવામાં આવ્યો છે. 22 વર્ષીય Tristan દક્ષિણ આફ્રિકાની T20 લીગમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
Tristanનો ડોમેસ્ટિક T20 ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે 2021-22માં CSA T20 ચેલેન્જમાં 293 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 183.12 રહ્યો છે. IPL 2022 ની મેગા હરાજીમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા અનકેપ્ડ Tristanને ખરીદવામાં આવ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 14મી સીઝનમાં ટાઈમલ મિલ્સની જગ્યાએ Tristanને સામેલ કર્યો હતો. Tristan ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આઈપીએલમાં તેના શાનદાર પ્રદર્શન બાદ જ તેને દક્ષિણ આફ્રિકાની રાષ્ટ્રીય ટીમમાં એન્ટ્રી મળી હતી.
Tristan બ્રિસ્ટોલમાં ઈંગ્લેન્ડ સામે 28 બોલમાં 72 રન બનાવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ 235 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. સ્ટબ્સની આ ઇનિંગ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે છઠ્ઠા નંબર પર ઇનિંગ રમી હતી. સ્ટબ્સ ધ હન્ડ્રેડ લીગમાં માન્ચેસ્ટર ઓરિજિનલ્સની ટીમમાં સામેલ હતો.
Tristan પણ પોતાની મહેનતના દમ પર દક્ષિણ આફ્રિકાની T20 વર્લ્ડ કપ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. T20 વર્લ્ડ કપ 2022 ની આઠમી સીઝન ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયામાં યોજાશે.
દક્ષિણ આફ્રિકન ક્રિકેટનો ઈતિહાસ રહ્યો છે કે તેણે વિશ્વના ઘણા શ્રેષ્ઠ ફિલ્ડરો પેદા કર્યા છે. આમાં જોન્ટી રોડ્સનું નામ સૌથી મોખરે છે. Tristan પણ એક ઉભરતો ઉત્તમ ફિલ્ડર છે. તેની પાસે ભવિષ્યમાં વિશ્વનો શ્રેષ્ઠ ફિલ્ડર બનવાની ક્ષમતા છે.
દક્ષિણ આફ્રિકાની ડોમેસ્ટિક T20 લીગની પ્રથમ સીઝન આવતા વર્ષની શરૂઆતમાં યોજાશે. આ લીગમાં 6 ટીમો MI કેપ ટાઉન, પ્રિટોરિયા કેપિટલ્સ, પાર્લ રોયલ્સ, ડરબન સુપર જાયન્ટ્સ, જોહાનિસબર્ગ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ ઈસ્ટર્ન કેપ છે.