IND vs AUS: બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહી છે. વિરાટ કોહલીએ પોતાની સદી પૂરી કરતાની સાથે જ ભારતીય ટીમે ઇનિંગ્સ ડિકલેર કરી દીધી હતી. ટીમ ઈન્ડિયાએ 487/6 રન બનાવીને પોતાનો દાવ ડિકલેર કર્યો હતો. આ દરમિયાન ઓપનર યશસ્વી જયસ્વાલે ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી અને 15 ફોર અને 3 સિક્સરની મદદથી 161 રન બનાવ્યા. બાકીની સદી કિંગ કોહલીના બેટમાંથી આવી હતી. જ્યારે કેએલ રાહુલે શાનદાર ઇનિંગ રમી હતી અને 5 ચોગ્ગાની મદદથી 77 રન બનાવ્યા હતા.
ઈનિંગ ડિકલેર કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ત્રીજા દિવસનું છેલ્લું સત્ર ચાલી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા પાસે આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે 2 દિવસથી વધુનો સમય છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની 30મી સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયામાં વિરાટની આ 7મી સદી છે. વિરાટે 143 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. નીતિશ રેડ્ડી 27 બોલમાં 38 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેના બેટમાંથી ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા આવ્યા હતા. ભારતે 487 રન બનાવીને બીજો દાવ ડિકલેર કર્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 534 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
વિરાટ કોહલીએ દોઢ વર્ષે ટેસ્ટમાં 100નો આંકડા પાર કર્યો છે. છેલ્લે તેણે 21 જુલાઈ, 2023ના રોજ ત્રિનિદાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 121 રન બનાવ્યા હતા. આ પછી ટેસ્ટમાં સદીઓનો દુકાળ આવ્યો હતો.
ભારત ટીમની પ્લેઇંગ-11
જસપ્રીત બુમરાહ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ રેડ્ડી, હર્ષિત રાણા અને મોહમ્મદ સિરાજ.
ઓસ્ટ્રેલિયા ટીમની પ્લેઇંગ-11
પેટ કમિન્સ (કેપ્ટન), નાથન મેકસ્વિની, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન લાયન અને જોશ હેઝલવુડ.