Virat Kohli Century: ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના ખરાબ ફૉર્મમાંથી બહાર આવતા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાઈ રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ મેચમાં સદી ફટકારી છે. પ્રથમ દાવમાં પાંચ રન બનાવીને આઉટ થયેલા કોહલીએ બીજી ઇનિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે પોતાની ટેસ્ટ કારકિર્દીની 30મી સદી ફટકારી હતી. કોહલી પહેલા યશસ્વી જયસ્વાલે પણ ભારત માટે આ મેચમાં સદી ફટકારી હતી.
સચિનથી આગળ નીકળ્યો કોહલી
તેની સદી સાથે કોહલી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. ઓસ્ટ્રેલિયામાં કોહલીની આ સાતમી ટેસ્ટ સદી છે, જ્યારે સચિને તેની કારકિર્દીમાં ઓસ્ટ્રેલિયામાં છ સદી ફટકારી હતી. એટલું જ નહીં, છ વર્ષ બાદ ટેસ્ટ ફોર્મેટમાં કોહલીની આ પ્રથમ સદી છે. તેણે છેલ્લે 2018માં આ ફોર્મેટમાં સદી ફટકારી હતી.
છેલ્લા કેટલાય સમયથી સંઘર્ષ કરી રહ્યો હતો કોહલી
કોહલીનો આ વર્ષે રેકોર્ડ સારો રહ્યો ન હતો. ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ પહેલા તેણે આ વર્ષે છ ટેસ્ટ મેચ રમી હતી અને 22.72ની એવરેજથી 250 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી સામેલ હતી. જો કે ઓસ્ટ્રેલિયામાં તેનો રેકોર્ડ વધુ સારો છે જેના કારણે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં કોહલીનું બેટ જોરદાર બોલશે તેવી આશા વધી છે. કોહલી અપેક્ષાઓ પર ખરો થયો અને સીરીઝની પહેલી જ મેચમાં પોતાની તાકાત બતાવી અને તેના રન-સ્કૉરના દુષ્કાળનો અંત લાવ્યો હતો..
આ પણ વાંચો