નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાની મહેમાની કરી રહેલી ટીમ ઇન્ડિયા હાલ મેલબોર્નમાં રોકાઇ છે, સિડની રમાનાર ત્રીજી ટેસ્ટ પહેલા પાંચ ભારતીય ખેલાડીઓ પર કોરોનાની ગાઇડલાઇનનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. ખરેખરમાં, રોહિત શર્મા, શુભમન ગીલ, ઋષભ પંત, નવદીપ સૈની અને પૃથ્વી શૉએ બાયૉ-સિક્યૉર પ્રૉટોકોલ તોડીને નવા વર્ષની રાત્રે એક હૉટલમાં ભોજન કર્યુ હતુ. આને લગતો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયો વાયરલ થયા બાદ આ તમામ ખેલાડીઓને આઇસૉલેશનમાં મોકલી દેવામાં આવ્યા છે.


મીડિયા રિપોર્ટ પ્રમાણે જે હૉટલમાં ભારતીય ખેલાડીઓએ ખાવાનુ ખાધુ હતુ, તેનુ બિલ તેના એક ફેને ચૂકવ્યુ હતુ. બિલની તસવીર સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહી છે, જેમાં બીફ અને પોર્ક પણ ખાવાના મેનુ લિસ્ટમાં સામે લ છે. જોકે, આની પુષ્ટિ એબીપી ન્યૂઝ નથી કરતુ.



સોશ્યલ મીડિયા પર આ બિલની તસવીર વાયરલ થતાં ભારતીય ખેલાડીઓને ટ્રૉલ કરવામાં આવી રહ્યાં છે, કહેવાઇ રહ્યું છે કે જે ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા માટે અફડાતફડી મચી હતી તે ઓસ્ટ્રેલિયામાં બીફ અને પોર્ક ખાવામાં બિઝી છે. બિલની તસવીર પ્રમાણે, હૉટલનુ બિલ ઓસ્ટ્રેલિયન ડૉલરમાં 118.69 ડૉલર એટલે કે તે ભારતીય રૂપિયા પ્રમાણે 6666 રૂપિયા થાય છે. આ બિલમાં બીફ અને પોર્ક પણ બતાવવામાં આવ્યુ છે. જે વિવાદનુ કારણ બન્યુ છે.



ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ટીમના આ પાંચ ખેલાડીઓ સામે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ક્રિકેટરોને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કરાય તો ત્રીજ ટેસ્ટમાં ના રમી શકે એવું પણ બને. રોહિત શર્મા, શુભમન ગિલ, પૃથ્વી શો, ઋષભ પંત અને નવદીપ સેની એ પાંચ ક્રિકેટરો એક ભારતીય ક્રિકેટ ચાહકના કારણે ફસાઈ ગયા છે.