ઇએસપીએન ક્રિકેઇન્ફોના રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઇએ રોહિત શર્મા અને ઇશાંત શર્માની પ્રથમ બે ટેસ્ટ મેચોમાંથી બહાર થવાની પુષ્ટી કરી છે. આ પહેલા જ રોહિત શર્મા અને ઇશાંત શર્માની ટેસ્ટ સીરીઝ રમવાથી બહાર થવાનો કયાસ લગાવવામાં આવી રહ્યો હતો, કેમકે બન્ને ખેલાડી હાલ ઇન્ડિયામાં જ છે.
રોહિત શર્મા અને ઇશાંત શર્મા આઇપીએલની 13મી સિઝનમાં થયેલી ઇજા સામે ઝઝૂમી રહ્યાં છે. હાલ રોહિત અને ઇશાંત રાહુલ દ્રવિડની નજર હેઠળ નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે.
પ્રતિકાત્મક તસવીર
રવિવારે ટીમ ઇન્ડિયાના કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતુ કે જો ચાર કે પાંચ દિવસમાં રોહિત અને ઇશાંત ઓસ્ટ્રેલિયા નથી પહોંચતા તો તેમનુ ટેસ્ટ સીરીઝ રમવુ મુશ્કેલ છે. ઓસ્ટ્રેલિયામાં ક્વૉરન્ટાઇનના નિયમો એકદમ કડક છે, અને ત્યાં પહોંચ્યા બાદ બન્ને ખેલાડીઓને 14 દિવસ સુધી ક્વૉરન્ટાઇન રહેવુ પડશે. રોહિત શર્મા અને ઇશાંત શર્મા હાલ નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે, અને પોતાની ફિટનેસ પર કામ કરી રહ્યાં છે. ઇશાંત શર્માને ઇજાના કારણે આઇપીએલ 13માંથી બહાર થવુ પડ્યુ હતુ, જ્યારે રોહિત શર્મા હેમસ્ટ્રીંગ ઇન્જરીના કારણે કેટલીક મેચો ન હતો રમી શક્યો.